________________
૧૧૮
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૨૮
મૂલકર્મોની જઘન્ય-ઉત્કૃષ્ટસ્થિતિ કહીને હવે ઉત્તર પ્રવૃતિઓની ઉત્કૃષ્ટસ્થિતિ જણાવે છેविग्घावरणअसाए, तीसं अट्ठार सुहुमविगलतिगे । पढमागिइ संघयणे, दस दुसुवरिमेसु दुगवुड्डी ।। २८ ।। (विघ्नावरणासाते, त्रिंशदष्टादश सूक्ष्मविकलत्रिके । પ્રથમ કૃતિસંહને, રણ, દયોપરિતનયો: દિવૃદ્ધિ | ૨૮ છે.
વિપાવર મા = પાંચ અંતરાય, પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય અને અસાતા વેદનીયમાં, તીકં = ત્રીસ કોડાકોડી, સટ્ટાર = અઢાર કોડાકોડી, જુહુમતિ = સૂક્ષ્મત્રિકમાં અને વિકલેન્દ્રિયત્રિકમાં, પત્રમાગિફ થઈ = પ્રથમ સંસ્થાન અને પ્રથમ સંઘયણમાં, ઢસ = દશ કોડાકોડી, ફુરસુરિયુ = ઉપર-ઉપરના બેમાં તુરાવુઠ્ઠી = બે-બેની વૃદ્ધિ જાણવી | ૨૦ ||
ગાથાર્થ = પાંચ અંતરાય, પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય, અને અસતાવેદનીય એમ કુલ ૨૦ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમ, સૂક્ષ્મત્રિક અને વિકલેન્દ્રિયત્રિકની ૧૮ કોડાકોડી, પહેલા સંસ્થાન અને સંઘયણની ૧૦ કોડાકોડી, બાકીના સંસ્થાન અને સંઘયણમાં બે-બે કોડાકોડીની વૃદ્ધિ જાણવી. | ૨૮ ||
વિવેચન=દાનાન્તરાયાદિ પાંચ અંતરાયકર્મ, મતિજ્ઞાનાવરણીય આદિ પાંચ જ્ઞાનાવરણીય, ચક્ષુદર્શનાવરણીય આદિ નવ દર્શનાવરણીય અને અસતાવેદનીય એમ કુલ ૨૦ ઉત્તરપ્રકૃતિઓની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમ છે. ત્રણ હજાર વર્ષ અબાધાકાળ છે અને બાકીનો ભોગ્યકાળ છે.
સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ એ સૂક્ષ્મત્રિક, બેઇન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયજાતિ એ વિકસેન્દ્રિયત્રિક, આ છ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કોડાકોડી સાગરોપમ છે. ૧૮૦૦ વર્ષનો અબાધાકાળ અને શેષ ભોગ્યકાળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org