________________
ગાથા : ૧૯
પાંચમો કર્મગ્રંથ
૭૧
મિથ્યાત્વ, ઉચ્છવાસ અને તીર્થકર નામકર્મ એમ કુલ ૨૯ પ્રકૃતિઓ અપરાવર્તમાન છે.
આ ઓગણત્રીસ પ્રકૃતિઓ એવી છે કે જ્યારે તેનો પોતાનો બંધ અથવા તેનો પોતાનો ઉદય, અથવા તેનો પોતાનો બધોદય એમ ઉભય શરૂ કરવો હોય અથવા ચાલતો હોય ત્યારે તેની પૂર્વે ચાલતા અન્ય કોઈ પણ બીજી પ્રકૃતિના બંધને, ઉદયને કે ઉભયને અટકાવ્યા વિના જ પોતાના બંધ, ઉદય અને ઉભયને જણાવે છે તેથી તે અપરાવર્તમાન પ્રકૃતિ કહેવાય છે. અહીં પણ કેટલીક પ્રશ્નોતરી જાણવા જેવી છે. જે હવે પછીની ગાથામાં સમજાવાશે. ૧૮ |
હવે પરાવર્તમાન પ્રકૃતિઓ કહે છે. तणु अट्ठ वेय दुजुयल, कसायउज्जोयगोयदुग निद्दा। तसवीसा ऊ परित्ता, खित्तविवागाणुपुव्वीओ॥१९॥ (तन्वष्टकं वेदा द्वियुगलं, कषायोद्योतगोत्रद्विकनिद्राः। त्रसविंशतिरायुः परावर्तमानाः, क्षेत्रविपाका आनुपूर्व्यः ॥१९॥)
તyટ્ટ = શરીરાદિ આઠની ૩૩ પ્રકૃતિઓ, વેય = ત્રણ વેદો, યુનુન = હાસ્ય-રતિ અને અરતિ-શોકનાં બે યુગલ, સ્કાય = સોળ કષાયો, ૩ઝોય = ઉદ્યોતદ્રિક, મોયેલુ = ગોત્રદ્ધિક તથા વેદનીયદ્ધિક, નિદ્દા = નિદ્રાપંચક, તસવીસા = ત્રસની વીસ પ્રકૃતિઓ અને આયુષ્ય ૪, પિત્તા = પરાવર્તમાન, વિવિઘા = ક્ષેત્રવિપાકી, પુપુત્રી = આનુપૂર્વી. ll૧૯ો
ગાથાર્થ = શરીરાદિ આઠની ૩૩ પ્રકૃતિઓ, ત્રણ વેદો, બે યુગલ, સોળ કષાય, ઉદ્યોતદિક, ગોત્રદ્ધિક, પાંચ નિદ્રા, વ્યસની વીસ પ્રકૃતિઓ અને ચાર આયુષ્ય એમ કુલ ૯૧ પ્રકૃતિઓ પરાવર્તમાન છે. અને ચાર આનુપૂર્વીઓ ક્ષેત્રવિપાકી છે. તે ૧૯ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org