________________
100
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૨૫
થવાની યોગ્યતાવાળા બંધહેતુઓ જે જીવોમાં વર્તે છે. તે જીવો (એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, (યુગલિક વિનાના) તિર્યંચ-મનુષ્યો અને ઈશાન સુધીના દેવો) આ ૨૬નો બંધ કરે છે. આ બંધ પણ પર્યાપ્તા પ્રાયોગ્ય હોવાથી સ્થિરાદિ ત્રણે પ્રકૃતિઓ પ્રતિપક્ષી (ગમે તે એક) બંધાય છે એમ જાણવું.
(૪) ૨૮નું બંધસ્થાન = દેવગતિપ્રાયોગ્ય અને નરકગતિપ્રાયોગ્ય એમ બે જાતનું છે. દેવગતિ, દેવાનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયશરીર, વૈક્રિયાંગોપાંગ, સમચતુરસસંસ્થાન, ઉચ્છવાસનામ, પરાઘાત, શુભવિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યક, સૌભાગ્ય, સુવર, આદેય, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, અને યશ-અપશમાંથી એક એમ ૧૯ અધુવબંધી તથા ૯ ધ્રુવબંધી મળીને કુલ ૨૮ નામકર્મની દેવપ્રાયોગ્ય પ્રકૃતિઓ જાણવી. તેને બાંધનારા મિથ્યાદૃષ્ટિથી અપૂર્વકરણ (આઠમા ગુણઠાણા)ના છઠ્ઠા ભાગ સુધીના યથાસંભવ પંચેન્દ્રિય તિર્યંચોના અને મનુષ્યોના જીવો જાણવા. આ જ રીતે નરકપ્રાયોગ્ય પણ ૨૮નો બંધ છે પરંતુ ત્યારે પ્રતિપક્ષીઓમાંથી યથાસંભવ અશુભ બંધાય છે. અને સૌભાગ્ય, સુસ્વર તથા આદેયને બદલે દૌર્ભાગ્ય, દુસ્વર અને અનાય જ બંધાય છે. તેને બાંધનારા મિથ્યાદૃષ્ટિ પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો હોય છે.
(૫) ૨૯નું બંધસ્થાનક = ૨૮ પ્રકૃતિઓમાં જિનનામકર્મ ઉમેરવાથી ૨૯નું બંધસ્થાનક થાય. પરંતુ તે દેવપ્રાયોગ્ય જ બંધ થાય છે. નરકપ્રાયોગ્ય નહીં. કારણ કે નરકપ્રાયોગ્ય બંધ મિથ્યાત્વે જ થાય છે અને
૧ શ્રી મુક્તિકમલ જૈન મોહન ગ્રન્થમાલા વડોદરા તરફથી પ્રકાશિત થયેલી અને પૂ. આચાર્યદેવશ્રી વિજયધર્મસૂરિ મ. સા. થી સંપાદિત થયેલી શતકકર્મગ્રંથની ચોથી આવૃત્તિમાં પૃષ્ઠ ૬૦માં ૧૦મી લીટીમાં “જિનનામ સહિત ૨૯નું બંધસ્થાનક નરકપ્રાયોગ્ય પણ છે. એમ લખ્યું છે. તે કથન યથાર્થ લાગતું નથી. તથા તે જ આવૃત્તિના ૬૦માં પાનાની ૧૪/૧૫મી લીટીમાં “સમ્યગ્દષ્ટિ દેવો બાંધે એમ જે લખ્યું છે ત્યાં'' સમ્યગ્દષ્ટિ દેવ-નારકી બાંધે છે” એમ હોવું જોઈએ. કારણ કે જિનનામ સહિત મનુષ્યપ્રાયોગ્ય ૩૦ જેમ દેવો બાંધે છે. તેમ શ્રેણિક મહારાજા આદિ સમ્યગ્દષ્ટિ નારકીના જીવો પણ બાંધે જ છે માટે તે ઉપયોગશૂન્યતાએ લખાયું હોય અથવા પ્રેતદોષ હોય એમ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org