________________
૧૦૬ પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૨૫ બંધ થયા પછી જ થાય છે. અને ૧ નો અવસ્થિતબંધ અલ્પતર પછી અને અવક્તવ્યબંધ પછી પણ થાય છે.
અવક્તવ્યબંધ ૧-૨૯-૩૦ એમ ત્રણ થાય છે. અગિયારમાં ગુણઠાણે જીવ નામકર્મનો સર્વથા અબંધક થાય છે. ત્યાંથી અદ્ધાલયે પડે તો દસમે આવીને ઉના બંધનો પ્રારંભ કરે ત્યારે પ્રથમ સમયે પહેલો અવક્તવ્યબંધ છે. અને જો ભવક્ષયે પડે તો મરીને અનુત્તરમાં જાય અથવા વૈમાનિકમાં જાય ત્યાં ગયો છતો મનુષ્યપ્રાયોગ્ય ૨૯ બાંધે અથવા પૂર્વે બાંધેલું જિનનામ સત્તામાં હોય તો ચોથું ગુણસ્થાનક હોવાથી તે જિનનામનો બંધ પણ ચાલુ કરે. એટલે મનુષ્યપ્રાયોગ્ય ૩૦ બાંધે. આ રીતે ૨૯૩૦ના બંધના પ્રારંભ સમયે આ બન્ને અવક્તવ્યબંધ થાય છે. એમ ૧-૨૯-૩૦ ના બંધના કુલ ૩ અવક્તવ્યબંધ નામકર્મમાં જાણવા.
આ પ્રમાણે નામકર્મમાં કુલ ૮ બંધસ્થાનક, ૬ ભૂયસ્કાર, ૭ અલ્પતર, ૮ અવસ્થિતબંધ, અને ૩ અવક્તવ્યબંધ જાણવા.
હવે જ્ઞાનાવરણીયાદિ બાકી રહેલાં પાંચકર્મોનાં બંધસ્થાનક અને ભૂયસ્કારાદિ જણાવે છે. બાકીના પાંચકર્મોમાં એક એક જ બંધસ્થાનક છે. જ્ઞાનાવરણીયકર્મની ૫, અને અંતરાયકર્મની ૫, ધ્રુવબંધી હોવાથી સાથે જ બંધાય છે. એટલે વધારો કે ઘટાડો થતો જ નથી માટે ભૂયસ્કાર કે અલ્પતર થતા નથી. પરંતુ અનાદિ કાળથી આ પાંચ બંધાય જ છે. માટે એક અવસ્થિતબંધ છે. તથા અગિયારમેથી અદ્ધાલયે પડીને દસમે આવે તો પણ અને ભવક્ષયે મરીને અનુત્તરમાં અથવા વૈમાનિકમાં જાય ત્યારે ચોથે આવે તો પણ પાંચનો જ બંધ ચાલુ કરે છે તેથી તે બંધના પ્રથમ સમયે એક-એક અવક્તવ્ય બંધ થાય છે. બીજા સમયથી અવસ્થિતબંધ કહેવાય છે. | વેદનીયકર્મની સાતા અથવા અસાતા એક કાલે એક જ બંધાય છે માટે વૃદ્ધિ-હાનિ ન હોવાથી ભૂયસ્કાર કે અલ્પતર બંધ થતા નથી. અનાદિકાળથી એકનો બંધ હોવાથી અવસ્થિતબંધ એકનો થાય છે.
•••
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org