________________
ગાથા : ૨૫
પાંચમો કર્મગ્રંથ
૧૦૫
તથા સાતમ-આઠમે ગુણઠાણે વર્તતા આહારકદ્ધિક અને જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૩૧ બાંધતા કોઈક મુનિ મહાત્મા કાલધર્મ પામીને દેવભવમાં જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે ઉત્પત્તિના પ્રથમ સમયે જિનનામ સહિત મનુષ્યપ્રાયોગ્ય ૩૦ બાંધે છે. તે કાળે પ્રથમ સમયે ૩૦ ના બંધનો બીજો અલ્પતર થાય છે. (બીજા સમયથી દેવભવમાં જીવે ત્યાં સુધી અવસ્થિતબંધ કહેવાય છે.) દેવભવ સમાપ્ત કરીને જ્યારે તે મનુષ્યમાં જન્મે ત્યારે મનુષ્યમાં આવ્યો છતો દેવપ્રાયોગ્ય બંધ કરે છે અને તે જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૨૯ પ્રકૃતિઓ બાંધે છે. ત્યારે ત્રીજો અલ્પતર થાય છે. તથા પતિર્યંચ પ્રાયોગ્ય અથવા વિકલેન્દ્રિયાદિ પ્રાયોગ્ય ૨૯ નો બંધ કરતો પતિર્યંચ અથવા મનુષ્યનો જીવ વિશુદ્ધિના વશથી દેવપ્રાયોગ્ય ૨૮ બાંધે ત્યારે ૨૮ના બંધનો ચોથો અલ્પતર થાય છે અથવા અશુદ્ધિ વધવાથી નરક પ્રાયોગ્ય ૨૮ બાંધે તો પણ ૨૮ના બંધનો ચોથો અલ્પતર થાય છે. એવી જ રીતે દેવ-નરક પ્રાયોગ્ય ૨૮ બાંધતો જીવ એકેન્દ્રિયપ્રાયોગ્ય ર૬ બાંધવા માંડે ત્યારે પ્રથમ સમયે ૨૬ના બંધનો પાંચમો અલ્પતર થાય છે. ૨૬ બાંધતો ૨૫ બાંધે ત્યારે ૨૫ ના બંધનો છઠ્ઠો અલ્પતર અને ૨૫ બાંધતો ૨૩ બાંધે ત્યારે ૨૩ના બંધનો સાતમો અલ્પતર થાય છે. આ પ્રમાણે ૩૧ ના બંધ વિના બાકીના અનુક્રમે ૧-૩૦-૨૯-૨૮-૨૬-૨૨-૨૩ ના બંધના કુલ ૭ અલ્પતર થાય છે. ૩૧નો બંધ કોઈપણ બંધસ્થાનકથી ન્યૂન સંખ્યાવાળો નથી તેથી તેનો અલ્પતર થતો નથી.
આઠે બંધસ્થાનકના આઠ અવસ્થિતબંધ બીજા સમયથી જાણવા. જે કોઈ ભૂયસ્કાર, અલ્પતર કે અવક્તવ્યબંધ થાય તેના બીજા સમયથી સર્વત્ર અવસ્થિતબંધ સમજવા. તેમાં ૨૩નો અવસ્થિત બંધ અલ્પતર પછી જ થાય છે. અને ૨૫-૨૬-૨૮ આ ત્રણ અવસ્થિતબંધ ભૂયસ્કાર પછી પણ થાય છે અને અલ્પતર પછી પણ થાય છે. ૨૯-૩૦ નો અવસ્થિતબંધ ભૂયસ્કાર પછી, આ પતર પછી, અને અવક્તવ્યબંધ પછી એમ ત્રણ રીતે થાય છે. પરંતુ ૩૧નો અવસ્થિતબંધ એકલા ભૂયસ્કારરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org