________________
પાંચમો કર્મગ્રંથ
ત્રીજો ભૂયસ્કાર, ૨૮ બાંધતો જીવ ૨૯ બાંધે તો ચોથો ભૂયસ્કાર, ૨૯ બાંધતો જીવ ૩૦ બાંધે તો પાંચમો ભૂયસ્કાર, અને ત્રીસ બાંધતો જીવ જ્યારે ૩૧ બાંધે ત્યારે છઠ્ઠો ભૂયસ્કાર. આ પ્રમાણે નામકર્મમાં ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ના બંધના છ ભૂયસ્કારબંધ થાય છે. કુલ ૮ બંધસ્થાનક છે. તેમાંથી ૨૩ અને ૧ ના બંધના ભૂયસ્કાર થતા નથી.
ગાથા : ૨૫
પ્રશ્ન ૨૮ બાંધતો જીવ ૨૯ બાંધે, ૨૯ બાંધતો જીવ ૩૦ બાંધે, અને ૩૦ બાંધતો જીવ ૩૧ બાંધે ત્યારે ૨૯, ૩૦, ૩૧ ના બંધના ભૂયસ્કાર થાય, એવું જેમ ઉપર સમજાવ્યું તેમ ૩૧ બાંધતો જીવ શ્રેણીમાં ચઢે ત્યારે આઠમાના છઠ્ઠા ભાગ પછી ૧ નો બંધ તો કરે જ છે. તો ૧ ના બંધનો ભૂયસ્કાર કેમ કહેતા નથી ?
ઉત્તર - આઠમાના છઠ્ઠા ભાગ પછી ૩૧ થી ૧ નો બંધ જરૂ૨ થાય છે. પરંતુ તે અલ્પ પ્રકૃતિરૂપ થાય છે. અને ભૂયસ્કાર તો પ્રકૃતિઓનો વધારો થાય તો કહેવાય. આ તો બંધમાં હાનિ થઈ છે માટે ૧ ના બંધનો ભૂયસ્કાર કહેવાતો નથી. પણ અલ્પતર જરૂર કહેવાશે.
પ્રશ્ન ૨૩ના બંધથી ૨૫ના બંધે અને ૨૫ના બંધથી ૨૬ના બંધે જતાં જેમ વધારો થાય છે માટે ભૂયસ્કાર કહો છો તેમ ૧નો બંધ કરતો જીવ ૨૩ના બંધનો પ્રારંભ કરે તો તે પણ ૧ થી ૨૩ એમ વધારો જ થાય છે. તો ૨૩ના બંધનો ભૂયસ્કાર કેમ કહેતા નથી ?
-
૧૦૩
ઉત્તર ૧ નો બંધ શ્રેણીમાં આઠમાના સાતમા ભાગથી દસમા ગુણઠાણામાં કરે છે. અને ૨૩નો બંધ મિથ્યાત્વ ગુણઠાણે થાય છે અને શ્રેણીમાંથી (આઠમા ગુણઠાણાના સાતમા ભાગ આદિથી) સીધો પહેલા ગુણસ્થાનકે જીવ આવતો નથી એટલે ૧ ના બંધથી સીધો ૨૩ના બંધે જાય એવો સંભવ જ નથી. અને આઠમેથી સાતમે-છન્ને-પાંચમે ગુણઠાણે આવે ત્યારે ૧ ના બંધથી (યથાયોગ્ય) ૨૮-૨૯-૩૦-૩૧ માંથી કોઈ એક બંધ પ્રારંભે જ. તેથી તેનો (૨૮-૨૯-૩૦-૩૧નો) ભૂયસ્કાર થાય. ત્યારબાદ પહેલા ગુણઠાણે જવાય. હવે ત્યાં જાય ત્યારે ૨૩ નો બંધ
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org