________________
ગાથા : ૨૫
પાંચમો કર્મગ્રંથ
૧૦૧
ત્યાં જિનનામ કર્મનો બંધ નથી તથા છઠ્ઠા-કર્મગ્રંથમાં ૨૮ના બંધ નરકપ્રાયોગ્ય બંધમાંગો-૧ છે પરંતુ ૨૯ના બંધમાં નરકમાયોગ્યનો એક પણ ભાંગો નથી. માટે જિનનામ સહિત દેવપ્રાયોગ્ય ર૯નો બંધ સમજવો. તેને બાંધનારા સમ્યગ્દષ્ટિ મનુષ્યો જ માત્ર સમજવા. તથા ઉપરોક્ત ૨૮માં જિનનામ કર્મને બદલે સંઘયણ ઉમેરવાથી પંચેન્દ્રિય તિર્યંચપ્રાયોગ્ય, વિકલેન્દ્રિય પ્રાયોગ્ય તથા મનુષ્યપ્રાયોગ્ય પણ ર૯નો બંધ થાય છે. તેમાં દેવગતિ આદિની જગ્યાએ યથાયોગ્ય પ્રકૃતિઓ બદલાય છે. જેના યોગ્ય બંધ ચાલતો હોય તેના ભવને યોગ્ય પ્રકૃતિઓ બંધમાં આવે છે. ૫. તિર્યંચમનુષ્યપ્રાયોગ્ય ૨૯ના બંધમાં છ સંઘયણ, છ સંસ્થાન આદિમાંથી એક, એક એમ ઘણી પ્રતિપક્ષી પ્રવૃતિઓ બંધાય છે. જેથી ઘણા ભાંગા થાય છે. આ પ્રમાણે ૨૯નો બંધ જિનનામ સહિત દેવપ્રાયોગ્ય, અને સંઘયણસહિત વિકલેન્દ્રિય પ્રાયોગ્ય, ૫. તિર્યંચપ્રાયોગ્ય અને મનુષ્ય પ્રાયોગ્ય હોય છે.
(૬) ૩૦નું બંધસ્થાનક = દેવપ્રાયોગ્ય ૨૮ના બંધમાં આહારક દિકનો બંધ ઉમેરવાથી દેવપ્રાયોગ્ય ૩૦નો બંધ થાય છે. જે અપ્રમત્ત અને અપૂર્વકરણવર્તી મનુષ્યો બાંધે છે. અથવા દેવપ્રાયોગ્ય ૨૮માં ૧ સંઘયણ અને ૧ ઉદ્યોતનામ ઉમેરવાથી અને યથાયોગ્ય પ્રતિપક્ષીઓનો ફેરફાર કરવાથી પણ ૩૦નો બંધ થાય છે. પરંતુ તે ૩૦નો બંધ વિકલેન્દ્રિયપ્રાયોગ્ય અને ૫. તિર્યંચપ્રાયોગ્ય જ થાય છે. અથવા દેવ પ્રાયોગ્ય ૨૮માં ૧ પ્રથમ સંઘયણ અને ૧ જિનનામ ઉમેરવાથી પણ ૩૦નો બંધ થાય છે. જે મનુષ્યપ્રાયોગ્ય કહેવાય છે અને સમ્યગ્દષ્ટિ દેવ-નારકી જ આ મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ બાંધે છે. આ પ્રમાણે દેવપ્રાયોગ્ય, વિકલેન્દ્રિય પ્રાયોગ્ય, એ તિર્યંચપ્રાયોગ્ય અને મનુષ્ય પ્રાયોગ્ય એમ ૩૦નો બંધ ચાર પ્રકારે હોય છે.
(૭) ૩૧નું બંધસ્થાનક = દેવપ્રાયોગ્ય ૨૮માં આહારદ્ધિક અને જિનનામ એમ ત્રણ પ્રકૃતિઓનો બંધ ઉમેરતાં ૩૧નું બંધસ્થાનક દેવપ્રાયોગ્ય જ હોય છે. અને તે અપ્રમત્તમુનિ તથા અપૂર્વકરણ ગુણસ્થાનકવર્તી મનુષ્યો જ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org