________________
ગાથા : ૨૫
પાંચમો કર્મગ્રંથ
૧૦૭
અને અગિયારમે જવા છતાં વેદનીયકર્મનો યોગપ્રયિક બંધ ચાલુ જ રહે છે. અબંધક થતો નથી તેથી અવક્તવ્યબંધ નથી અને ચૌદમે ગુણઠાણે જાય ત્યારે અબંધક થાય છે. પરંતુ ત્યાંથી પતન થતું નથી.
આયુષ્યકર્મ ભવમાં એક જ વાર બંધાય છે અને તે પણ એકી સાથે એક જ બંધાય છે વૃદ્ધિ-હાનિ થતી નથી. માટે ભૂયસ્કાર કે અલ્પતર થતા નથી. પરંતુ આયુષ્યકર્મના બંધનો પ્રારંભ કરે ત્યારે પ્રથમ સમયે અવક્તવ્યબંધ અને બીજા સમયથી અંતર્મુહૂર્ત સુધી અવસ્થિતબંધ થાય છે.
ગોત્રકર્મમાં પણ એક સાથે એક જ બંધાય છે. માટે ભૂયસ્કાર કે અલ્પતરબંધ નથી, પરંતુ અનાદિથી બંધ ચાલુ જ છે માટે અવસ્થિતબંધ છે. તથા અગિયારમે ગોત્રનો અબંધક થઈને પડતાં દસમે અથવા ચોથે આવે ત્યારે એક ઉચ્ચગોત્રકર્મ જીવ બાંધે જ છે તે બંધના પ્રથમસમયે અવક્તવ્યબંધ થાય છે. બીજા સમયથી તે અવસ્થિતબંધ ગણાય છે.
આઠ કર્મોની ૧૨૦ પ્રકૃતિનાં ૨૯ બંધસ્થાનક થાય છે.૧, ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૬, ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૫૮, ૧૯, ૬૦, ૬૧, ૬૩, ૬૪, ૬૫, ૬૬, ૬૭, ૬૮, ૬૯, ૭૦, ૭૧, ૭૨, ૭૩, ૭૪ એમ કુલ ૨૯ બંધસ્થાનકો થાય છે. તેમાં ૨૮ ભૂયસ્કાર, ૨૮ અલ્પતર, ૨૯ અવસ્થિતબંધ થાય છે અને અવક્તવ્યબંધ થતો નથી. આ વર્ણન પંચસંગ્રહાદિ ગ્રન્થાન્તરોથી જાણવું. સંક્ષેપમાં બંધસ્થાનકો આ પ્રમાણે
સર્વ કર્મોના ૨૯ બંધ સ્થાનકોનું યત્કિંચિત્ સ્વરૂપ :
૧૧-૧૨-૧૩ મા ગુણસ્થાનકે સાતા વેદનીય એક જ બંધાય છે તે ૧નું બંધસ્થાનક કહેવાય. અને તે ૧૧-૧૨-૧૩ મેં ગુણઠાણે હોય. ૧૧મા ગુણસ્થાનકથી અદ્ધાક્ષયે પડીને ૧૦મે આવે ત્યારે જ્ઞાના. ૫, દર્શના. ૪, અંત. ૫, યશ. અને ઉચ્ચગોત્ર એમ ૧૬ પ્રકૃતિઓનો બંધ વધતાં આ ૧૬+૧ સાતા એમ ૧૭નું બંધસ્થાનક ૧૦મે ગુણઠાણે હોય છે. દસમાં ગુણઠાણાથી નીચે ઉતરતાં નવમા ગુણઠાણે સંજ્વલન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org