________________
ગાથા : ૨૫
પાંચમો કર્મગ્રંથ
૧૦૯
ચોથા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય કષાય ચારનો બંધ વધે છે. તેથી ૫૯-૬૦-૬૧ ના સ્થાને ચાર કષાય ઉમેરતાં દેવપ્રાયોગ્ય ૬૩-૬૪૬પનો યથાયોગ્ય બંધ સમ્યગ્દષ્ટિ તિર્યો અને મનુષ્યો કરે છે. તથા આ ચોથું ગુણસ્થાનક હોવાથી અહીં દેવ-નારકીના જીવો પણ હોય છે. અને તેઓ મનુષ્ય પ્રાયોગ્ય જ બંધ કરે છે. તેથી તેમાં વજઋષભનારાશ ૧ સંઘયણ વધારે બંધાય છે. એટલે ૬૪ થી ૬૬નો પણ બંધ સંભવે છે. ચોથે ગુણસ્થાનકે કુલ ૬૩ થી ૬૬ એમ ચાર બંધસ્થાનક હોય છે.
ત્રીજે ગુણસ્થાનકે જિનનામ અને આયુષ્યનો બંધ ન હોવાથી ૬૩ અને સંઘયણ સહિત કરીએ તો ૬૪ એમ બે જ બંધસ્થાનક હોય છે. સાસ્વાદને અનંતાનુબંધી ૪ કષાય અને થીણદ્વિત્રિક એમ ૭ પ્રકૃતિઓનો બંધ વધતાં ૬૩+9=૭૦નો બંધ થાય છે. તેમાં સંઘયણ ૧ ઉમેરતાં ૭૧, તિર્યંચપ્રાયોગ્ય બંધમાં ઉદ્યોત ઉમેરતાં ૭૨, અને આયુષ્યનો બંધ થાય તો ૭૩ એમ કુલ ૭૦ થી ૭૩ ચાર બંધસ્થાનક હોય છે.
પહેલા ગુણસ્થાનકે મિથ્યાત્વમોહનીયનો બંધ વધે છે. પરંતુ નામકર્મમાં એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩-૨૫-૨૬ વગેરે બંધ હોઈ શકે છે. તેથી ઓછામાં ઓછી પ+૯+૧+૨૨+૦+૨૩+૧+૫ એમ અનુક્રમે આઠ કર્મની મળીને ૬૬ પ્રકૃતિઓ બંધાય છે. તેમાં આયુષ્યનો બંધ અને એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫-૨૬ આદિ બદલતાં ૬૭-૬૮-૬૯ વગેરે બંધો અનેક રીતે થાય છે. વધારેમાં વધારે બંધ પ+૯+૧+૨૨+૧+૩૦ +૧+૫=૭૪ નો બંધ હોઈ શકે છે. આ પ્રમાણે પહેલા ગુણઠાણે ૬૬ થી ૭૪ કુલ ૯ બંધ સ્થાનક હોય છે. સર્વ ગુણસ્થાનકોમાં થઈને ૧ થી ૭૪ સુધીનાં ઉપરોક્ત ૨૯ બંધસ્થાનકો થાય છે.
આ પ્રમાણે આઠ કર્મોના ભૂયસ્કારાદિ બંધો સમજાવ્યા. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, અને પ્રદેશબંધ સમજાવવાની પ્રતિજ્ઞા કરેલી. તેમાંથી ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત અને અવક્તવ્યબંધ રૂપે ચાર પ્રકારનો પ્રકૃતિબંધ સમજાવ્યો. પ્રકૃતિબંધ કહીને હવે સ્થિતિબંધ સમજાવીશું. જેરપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org