________________
૧૦૨
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૨૫
(૮) ૧નું બંધસ્થાનક = ૧ થી ૭ ગુણસ્થાનક સુધી તથા ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણીમાં આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી જ ગતિપ્રાયોગ્ય બંધ થાય છે. ત્યારબાદ કષાય-નોકષાય રૂપ બંધહેતુની અત્યંત અલ્પતા થવાના કારણે ગતિપ્રાયોગ્ય બંધ વિચ્છેદ થવાથી આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગથી દસમા ગુણસ્થાનક સુધી ફક્ત ૧ યશનામકર્મનો જ બંધ વેદોદય તથા સંજવલન કષાયોદયરૂપ બંધહેતુજન્ય થાય છે. તે ૧નું બંધસ્થાનક કહેવાય છે. આ પ્રમાણે નામકર્મનાં ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૧, એમ કુલ ૮ બંધસ્થાનક છે. તેમાં અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩, પર્યાપ્તા એકેન્દ્રિયપ્રાયોગ્ય ૨૫-૨૬, અપર્યાપ્ત વિકલેન્દ્રિય, અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ, અને અપર્યાપ્ત મનુષ્યપ્રાયોગ્ય ૨૫, તથા પર્યાપ્ત વિકસેન્દ્રિય, પર્યાપ્ત પં. તિર્યંચ અને પર્યાપ્ત મનુષ્યપ્રાયોગ્ય ૨૯-૩૦, તથા દેવપ્રાયોગ્ય ૨૮-૨૯-૩૦-૩૧, અને નરકપ્રાયોગ્ય માત્ર ૨૮, ચારે ગતિ-અપ્રાયોગ્ય ૧, આ પ્રમાણે ૮ બંધસ્થાનકો છે. તેના ૧૩૯૪૫ બંધભાંગા થાય છે તે છઠ્ઠા કર્મગ્રંથમાંથી (અને પંચસંગ્રહની સપ્તતિકામાંથી) જાણી લેવા. (અહીં ગ્રન્થગૌરવના ભયથી લખ્યા નથી.) છઠ્ઠા કર્મગ્રંથના વિવેચનમાં સમજાવીશું.
- આ આઠ બંધસ્થાનકોમાં ૬ ભૂયસ્કારબંધ, ૭ અલ્પતરબંધ, ૮ અવસ્થિતબંધ, અને ૩ અવક્તવ્યબંધ થાય છે. તે હવે સમજીએ.
નામકર્મના ૮ બંધસ્થાનકમાં ભૂયસ્કારાદિ
અપર્યાપ્ત એકેન્દ્રિયપ્રાયોગ્ય ૨૩ બાંધતો એવો કોઈ જીવ ૨૩નો બંધ પૂર્ણ કરીને કંઇક અંશે વિશુદ્ધિના વશથી પર્યાપ્ત એકેન્દ્રિયપ્રાયોગ્ય અથવા અપર્યાપ્ત વિક્લેન્દ્રિયાદિ પ્રાયોગ્ય ૨૫ બાંધે તો ૨૫ ના બંધના પ્રથમ સમયે પહેલો ભૂયસ્કાર, (બીજા સમયથી અવસ્થિત કહેવાય છે.) એવી જ રીતે ૨૫ બાંધતો એવો તે જીવ રેપનો બંધ પૂર્ણ કરીને આપ અથવા ઉદ્યોત સાથેની પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ર૬ બાંધે ત્યારે પ્રથમ સમયે બીજો ભૂયસ્કાર. આ પ્રમાણે ૨૬ બાંધતો જીવ ૨૮ બાંધે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org