________________
૧૦૪
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૨૫
કરી શકે, પરંતુ ૨૮- આદિનું બંધસ્થાનક આવી ચૂક્યું છે અને ત્યારબાદ ૨૩ બાંધે છે. તેથી તે પ્રકૃતિઓની સંખ્યા અલ્પ થઈ ગણાય છે. વધારો થયો નથી, તેથી તે ભૂયસ્કાર ગણાય નહીં.
પ્રશ્ન - ૩૧ના બંધે જેમ ૩૦ થી અવાય છે, તેમ ૧ના બંધથી પણ પડતાં અવાય છે. તથા ૨૯ નો દેવપ્રાયોગ્ય બંધ કરતો જીવ આહારદ્ધિક બાંધવા માંડે તો ૨૯ ના બંધથી પણ ૩૧ના બંધે જવાય છે. તથા ૨૮ બાંધતો જીવ આહારદ્ધિક અને જિનનામનો બંધ જો સાથે પ્રારંભે તો ૨૮ ના બંધથી પણ ૩૧ ના બંધે જવાય છે. તો આ રીતે ૩૧ના બંધના ભૂયસ્કારો ઘણા થઈ શકે છે. તેવી જ રીતે ૩૦ ના બંધના પણ ભૂયસ્કારો ઘણા થઈ શકે છે તે જાદા-જુદા કેમ કહ્યા નથી?
ઉત્તર - ૩૦ થી ૩૧માં આવે, ૧ થી ૩૧ માં આવે, ૨૯ થી ૩૧ માં આવે કે ૨૮ થી ૩૧ માં આવે પરંતુ ૩૧ના આંકની સંખ્યા તુલ્ય જ રહે છે. તેથી ભૂયસ્કારોને જુદા જુદા ન ગણતાં એક જ ભૂયસ્કાર કહ્યો છે. એવી જ રીતે ૩૦-૦૯-૨૮ આદિ બંધસ્થાનકો પણ જુદી જુદી રીતે આવી શકે છે. પરંતુ સંખ્યા સમાન હોવાથી તેના ભૂયસ્કારો જાદા જાદા ગણાતા નથી. આ પ્રમાણે ૬ ભૂયસ્કાર બંધ સમજાવ્યા.
નામકર્મમાં અલ્પતરો ૭ થાય છે. સાતમ-આઠમે ગુણઠાણે વર્તતા જીવો દેવપ્રાયોગ્ય ૨૮-૨૯-૩૦ અને ૩૧ બાંધતા છતા આઠમાના સાતમા ભાગે જ્યારે આવે ત્યારે ૧ નો બંધ કરે છે. તે પ્રકૃતિઓ અલ્પ થઈ હોવાથી પહેલો અલ્પતર કહેવાય છે. ૨૮નો બંધ કરતો જીવ પણ ૧ ના બંધે આવે, જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ર૯ બાંધતો જીવ પણ ૧ ના બંધે આવે, આહારદ્ધિક સહિત ૩૦ બાંધતો જીવ પણ ૧ ના બંધે આવે, અને આહારકદ્ધિક તથા જિનનામ સાથે ૩૧ બાંધતો જીવ પણ ૧ ના બંધ આવે. એમ ચાર પ્રકારે ૧ ના બંધનો અલ્પતર થાય છે. પરંતુ ૧ ની સંખ્યા તુલ્ય હોવાથી એક જ અલ્પતર ગણાય છે. બીજા સમયથી તે અવસ્થિત કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org