________________
૭૦
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૧૮
સ્ત્રીવેદ કરતાં પુરુષવેદ સારો. પુરુષપણું જીવને ગમે છે. ઈષ્ટ છે. એવી જ રીતે સમ્યકત્વમોહનીય પણ શંકા-કુશંકા કરાવનાર હોવાથી અને મોહનીયના ઘરની હોવાથી અશુભ હોવા છતાં પણ મિથ્યાત્વ અને મિશ્ર કરતાં સારી. આ રીતે આ ચાર પ્રકૃતિઓ અશુભ કરતાં સારી છે. એમ સમજીને વ્યવહારમાત્રથી શુભ ગણવામાં આવી છે. પરમાર્થથી તો મોહનીયની સર્વે પ્રકૃતિઓ અશુભ જ છે. જે ૧૬-૧૭ | - હવે પરાવર્તમાન અને અપરાવર્તમાન પ્રવૃતિઓ કહે છે. તેમાં અપરાવર્તમાન પ્રકૃતિઓ અલ્પ હોવાથી તે પ્રથમ કહે છે. नामधुवबंधिनवगं, दंसण पणनाण विग्घ परघायं। भयकुच्छमिच्छसासं, जिण गुणतीसा अपरियत्ता॥१८॥ (नामध्रुवबन्धिनवकं, दर्शनं पञ्च ज्ञानानि विघ्नं पराघातम् । भयजुगुप्सामिथ्यात्वोच्छ्वासं, जिनमेकोनत्रिंशदपरावर्तमानाः ॥१८॥)
નામથુવર્વાધવ = નામકર્મની ધ્રુવબંધી નવ, હંસા = દર્શનાવરણીય ચાર, પાના = જ્ઞાનાવરણીયની પાંચ, વિશ્વ =
અંતરાયની પાંચ, પરથાર્થ = પરાઘાત, મય = ભય, જુગુપ્સા, મિચ્છતા = મિથ્યાત્વ અને ઉચ્છવાસ, નિપI = જિનનામકર્મ, પુતિની = ૨૯ પ્રકૃતિઓ, પરિયત્તા = અપરાવર્તમાન છે. ૧૮
ગાથાર્થ = નામકર્મની ધ્રુવબંધી નવ પ્રકૃતિઓ, દર્શનાવરણીય કર્મની ચાર પ્રકૃતિઓ, જ્ઞાનાવરણીયની પાંચ, અંતરાયની પાંચ, પરાઘાત, ભય, જુગુપ્સા, મિથ્યાત્વ, ઉચ્છવાસ, અને જિનનામકર્મ એમ ૨૯ પ્રકૃતિઓ અપરાવર્તમાન છે. ૧૮
વિવેચન = વર્ણ ચતુષ્ક, તૈજસ, કાર્મણ, અગુરુલઘુ, નિર્માણ અને ઉપઘાત એમ નામકર્મની ધ્રુવબંધી ૯, દર્શનાવરણીય કર્મની ચાર, જ્ઞાનાવરણીય કર્મની પાંચ, અંતરાયકર્મની પાંચ, પરાઘાત, ભય, જાગુપ્તા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org