________________
૭૮
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૨૦
ઉત્તર- ચાર ગતિનો રસોદય (વિપાકોદય) અવશ્ય પોતપોતાના ભવમાં જ થાય છે. અન્ય ભવમાં થતો નથી. પરંતુ તે ચારે ગતિનો સંક્રમાદિ દ્વારા પ્રદેશોદય ભવાન્તરમાં પણ અવશ્ય થાય છે. જેમ મનુષ્યગતિમાં વર્તતો જીવ પોતાના અધ્યવસાયને અનુસાર વારાફરતી ચારે ગતિ બાંધતો હોવાથી ચારે ગતિની સત્તા હોય છે. અને મોક્ષે જવાનો સમય આવે ત્યારે અથવા સામાન્યથી મનુષ્યભવમાં વર્તતો હોય ત્યારે ત્રણ ગતિના પ્રદેશો ઉદયવતી એવી મનુષ્યગતિમાં સંક્રમાવીને પ્રદેશોદયથી ભોગવીને ક્ષય કરે છે. આ પ્રમાણે રસોદય સ્વભવવિષયક જ હોવા છતાં પણ પ્રદેશોદય ભવાન્તરમાં પણ સંભવતો હોવાથી સ્વભવનો વ્યભિચારી થવાથી આ ચાર ગતિ ભવવિપાકી કહેવાતી નથી. જ્યારે આયુષ્યકર્મનો રસોદય કે પ્રદેશોદય પોતાના ભવમાં જ થાય છે. આયુષ્યકર્મનો બીજા આયુષ્યમાં સંક્રમ જ થતો નથી. તેથી તેવા પ્રકારનો સંક્રમ દ્વારા થનારો, અન્ય પ્રકૃતિ રૂપે અનુભવ કરવા રૂપ પ્રદેશોદય ચાર આયુષ્યમાં છે જ નહીં. તેથી જેમ રસોદય પોતાના ભવમાં જ થાય છે. તેમ તે તે રસવાળા પ્રદેશોનું વેદન પણ આયુષ્યમાં પોતાના ભવમાં જ છે. તેથી આયુષ્ય ભવવિપાકી છે. પરંતુ ગતિ ભવવિપાકી નથી.'
પ્રશ્ન - જે કોઈ પ્રકૃતિઓ ક્ષેત્ર અને ભવની પ્રધાનતાએ શારીરિક પુદ્ગલોમાં પોતાનું ફળ આપે છે. તે સર્વે પ્રકૃતિઓ પણ પરંપરાએ તો જીવને જ ફળ આપે છે. કારણ કે કર્મો તો જીવે જ બાંધ્યાં છે. અને ફળ પણ તેને જ ભોગવવાનું છે. શરીર તો સાધન માત્ર છે. તેમજ ભવ અને ક્ષેત્ર પણ નિમિત્ત માત્ર જ છે. વાસ્તવિકપણે તો સર્વે કર્મો જીવને જ ફળપ્રદાન કરતાં હોવાથી સર્વે પ્રકૃતિને જીવવિપાકી જ કહેવી જોઈએ? ક્ષેત્રવિપાકી, ભવવિપાકી અને પુદ્ગલવિપાકી શા માટે કહી?
ઉત્તર - જો કે સર્વે કર્મો પોતાનું ફળ જીવને જ આપે છે. અને જીવે જ કર્મો બાંધ્યાં છે. જીવ ભવાન્તરમાં ગયે છતે નિર્જીવ શરીરને તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org