________________
ગાથા : ૨૪
પાંચમો કર્મગ્રંથ
Ct
દર્શનાવરણીય કર્મમાં કુલ ૯-૬-૪ એમ ત્રણ બંધસ્થાનક, ૬૯ એમ બે ભૂયસ્કારબંધ, ૬-૪ એમ બે અલ્પતરબંધ, ૯-૬-૪ એમ ત્રણ અવસ્થિતબંધ, અને ૪-૬ એમ બે અવક્તવ્યબંધ થાય છે. - મોહનીય કર્મનાં બંધસ્થાનક તથા ભૂયસ્કારાદિ
હવે મોહનીય કર્મમાં ભૂયસ્કારાદિ સમજાવવા છે. તે સમજાવવા માટે પ્રથમ બંધસ્થાનક સમજાવવાં જરૂરી છે. તેથી પ્રથમ મોહનીયકર્મનાં બંધસ્થાનક સમજાવે છે. તેનાં કુલ ૧૦ બંધસ્થાનકો છે. તે આ પ્રમાણે
મોહનીયકર્મની કુલ ૨૮ પ્રકૃતિઓ છે. તેમાં સમ્યકત્વ મોહનીય અને મિશ્ર મોહનીય આ બે પ્રકૃતિઓ બંધમાં ગણાતી નથી. કારણ કે મિથ્યાત્વ મોહનીય એક જ બંધાય છે અને તેમાંથી ઘણો ઘણો રસઘાત કરવાથી આ બે પ્રકૃતિઓ પરિવર્તન થવા રૂપે નીપજે છે. તથા ત્રણ વેદમાંથી કોઈ પણ કાલે ગમે તે એક જ વેદ બંધાય છે. તેથી શેષ બે વેદ ઓછા કરવાના થાય છે. તથા હાસ્ય-રતિનું યુગલ બંધાય ત્યારે અરતિ-શોકનું યુગલ ન બંધાય અને અરતિ-શોકનું યુગલ બંધાય ત્યારે હાસ્ય-રતિનું યુગલ ન બંધાય, જેથી એક યુગલ બંધમાં ઓછું કરવું પડે છે. આ રીતે કુલ ૬ પ્રકૃતિઓ બંધમાં સંભવતી નથી. તેથી બાકીની ૨૨ સાથે બંધાય છે. ૧૬ કષાય, મિથ્યાત્વ, ભય, જુગુપ્સા, આ ૧૯ ધ્રુવબંધી હોવાથી સતત બંધમાં છે જ. તેમાં ૧ વેદ અને એક યુગલની બે, એમ ત્રણ ઉમેરવાથી પ્રથમ ૨૨નું બંધસ્થાનક થાય છે. આ ૨૨નો બંધ મિથ્યાત્વી જીવને હોય છે. અનાદિ મિથ્યાત્વી જીવને તથા સમ્યકત્વાદિ ગુણસ્થાનકોથી પડીને મિથ્યાત્વે આવેલા જીવને આ ૨૨ જ બંધાય છે. તેનાથી હીન કે અધિક બંધાતી નથી. મોહનીયકર્મનું આ પ્રથમ બંધસ્થાનક કહેવાય છે.
બીજા સાસ્વાદન ગુણસ્થાનકે આ ૨૨માંથી “મિથ્યાત્વ મોહનીય” વિના ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. આ બીજું બંધસ્થાનક છે. જો કે સાસ્વાદને નપુંસકવેદ પણ બંધમાંથી વિચ્છેદ પામેલો છે. તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org