________________
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૨૪
પણ તે હીન કરવાની જરૂર નથી. કારણ કે મિથ્યાત્વે પણ ત્રણ વેદમાંથી એક જ વેદ બંધમાં ગણેલ હતો. જો ત્રણે વેદો સાથે બંધાતા હોત તો સાસ્વાદને એક હિન કરવો પડત. પરંતુ જે ત્રણ વેદમાંથી ૧ લેતા હતા તેને બદલે હવે પુરુષવેદ અને સ્ત્રીવેદ એમ બેમાંથી જ ૧ વેદનો બંધ લેવાનો રહે છે. પરંતુ સંખ્યામાં ૨૧ની બાબતમાં કંઈ ફરક પડતો નથી. આ બંધ સાસ્વાદને હોય છે.
ત્રીજા – ચોથા ગુણસ્થાનકે અનંતાનુબંધી ચાર કષાય ન બંધાતા હોવાથી તેના વિના ૧૭ બંધાય છે. આ ત્રીજું બંધસ્થાનક છે.
પાંચમે ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાની ચાર કષાય ન બંધાતા હોવાથી તેના વિના ૧૩ પ્રકૃતિઓ બંધાય છે. આ ચોથું બંધસ્થાનક છે.
છ-સાતમે અને આઠમે ગુણસ્થાનકે પ્રત્યાખ્યાનાવરણ ચાર કષાયો ન બંધાતા હોવાથી તેના વિના શેષ ૯ પ્રકૃતિઓ બંધાય છે. આ ૯ના બંધનું પાંચમું બંધસ્થાનક છે. જો કે અહીં સાતમે, આઠમે અરતિ-શોકનું યુગલ પણ બંધમાંથી વિચ્છેદ પામેલ છે. પરંતુ સંખ્યામાં કંઈ તફાવત થતો નથી. કારણકે જે ૨ યુગલમાંથી ૧ યુગલ લેતા હતા તેને બદલે હવે હાસ્ય-રતિનું જ યુગલ લેવાનું રહે છે. પરંતુ સંખ્યા તો બે પ્રકૃતિની જ થઈ. તેથી બંધ ૯નો જ ગણાય છે.
આઠમા ગુણસ્થાનકના અંતે હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સા આ ચારનો બંધવિચ્છેદ થવાથી શેષ પનું બંધસ્થાનક નવમાં ગુણસ્થાનકના (બંધને આશ્રયી શાસ્ત્રકારોએ પાડેલા પાંચ ભાગોમાંથી) પ્રથમ ભાગે હોય છે. આ છઠ્ઠું બંધસ્થાનક છે. ત્યારબાદ નવમાં ગુણસ્થાનકના પ્રથમભાગના અંતે પુરુષવેદનો બંધવિચ્છેદ થતાં બીજા ભાગમાં ચારના બંધનું, બીજા ભાગના અંતે સંજવલન ક્રોધનો બંધવિચ્છેદ થતાં ત્રીજા ભાગમાં ત્રણના બંધનું, અને ત્રીજા ભાગના અંતે સંજવલન માનનો બંધવિચ્છેદ થતાં ચોથા ભાગમાં બેના બંધનું, અને ચોથા ભાગના અંતે સંજવલન માયાનો બંધવિચ્છેદ થતાં પાંચમા ભાગે ૧નું બંધસ્થાનક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org