________________
ગાથા : ૨૪
પાંચમો કર્મગ્રંથ
૯૭
બેના બંધથી એકના બંધે આવતાં પ્રથમ સમયે અલ્પતર, પરંતુ દ્વિતીય આદિ સમયોમાં અવસ્થિતબંધ થાય છે. આ રીતે ૧ના બંધનો અવસ્થિત અલ્પતર થઈને જ થાય છે. પરંતુ ભૂયસ્કાર થઇને અવસ્થિતબંધ થતો નથી. તથા અગિયારમેથી પડતાં. નવમે આવે ત્યારે મોહનીયનો સર્વથા અબંધક થઈને એકનો બંધ ચાલુ કર્યો છે. તેથી પ્રથમ સમયે અવક્તવ્યબંધ, પરંતુ બીજા સમયથી અવસ્થિતબંધ કહેવાય છે. આ રીતે અલ્પતર થઈને અથવા અવક્તવ્ય થઈને પણ ૧ના બંધનો અવસ્થિતબંધ પ્રાપ્ત થાય છે.
મોહનીય કર્મના અવક્તવ્યબંધ ર અગિયારમા ગુણસ્થાનકે સર્વથા મોહનીયકર્મનો અબંધક થઈને પડતાં જો અદ્ધાક્ષયે પડે તો દસમે થઈને નવમે આવતાં ૧ નો બંધ શરૂ કરે ત્યારે પ્રથમ સમયે પ્રથમ અવક્તવ્યબંધ થાય છે. બીજા સમયથી તે અવસ્થિત બંધ કહેવાય છે. અને અગિયારમાથી ભવક્ષયે (આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પામીને) પડે તો અનુત્તર વિમાનમાં જતાં અથવા વૈમાનિક દેવમાં જતાં ચોથું ગુણસ્થાનક આવતાં પ્રથમ સમયે ૧૭ ના બંધનો બીજો અવ્યક્તવ્ય બંધ થાય છે. બીજા સમયથી તે પણ અવસ્થિતબંધ જ બને છે આ પ્રમાણે અદ્ધાક્ષયથી પડે તો ૧ નો, અને ભવક્ષયથી પડે તો ચોથે ૧૭નો એમ કુલ ૨ અવક્તવ્યબંધ થાય છે. આ પ્રમાણે મોહનીયકર્મમાં ૧૦ બંધસ્થાનક, ૯ ભૂયસ્કારબંધ, ૮ અલ્પતરબંધ, ૧૦ અવસ્થિતબંધ અને ૨ અવક્તવ્યબંધ થાય છે. પંચસંગ્રહાદિ અન્ય ગ્રંથોમાં કહ્યું છે કે -
नव भूअगारबन्धा, अद्वेव हवंति अप्पतरबंधा । दो अवत्तगबन्धा, अवट्ठिया दस उ मोहंमि त्ति ।।
આ પ્રમાણે દર્શનાવરણીય અને મોહનીયકર્મ કહીને હવે નામકર્મના બંધસ્થાનક અને ભૂયસ્કારાદિ કહીશું. | ૨૪ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org