________________
ગાથા : ૨૦
પાંચમો કર્મગ્રંથ
ચાર આયુષ્યકર્મ ભવવિપાકી છે. આ ચારે આયુષ્ય પોતપોતાનો વિપાકોદય પોતપોતાના ભવમાં જ જણાવે છે. વિપાકોદય થવામાં ભવની જ પ્રધાનતા છે. ભવ આવ્યા વિના બાંધેલું આયુષ્ય સત્તામાં હોવા છતાં ઉદયમાં આવતું નથી અને પોત પોતાનો ભાવ જીવને પ્રાપ્ત થાય ત્યારે તે તે આયુષ્ય ઉદયમાં આવ્યા વિના રહેતું નથી. તેથી ભવની સાથે અન્વય-વ્યતિરેક સંબંધ હોવાથી ચારે આયુષ્ય ભવવિપાકી છે.
પ્રશ્ન - જીવવિપાકી ૭૮ પ્રકૃતિઓ કહી. તેમાં રતિ-અરતિ મોહનીય, સુસ્વર, દુસ્વર, ઉચ્છવાસ, અને બાદર-સૂક્ષ્મ ઈત્યાદિ કેટલીક પ્રકૃતિઓ પુદ્ગલ દ્વારા જીવને ફળ આપે છે. જેમ પત્થર વાગવાથી અસાતા થાય. ચંદનાદિથી સાતા થાય. કોમળ દ્રવ્યોના ભક્ષણથી સુસ્વર થાય અને પિત્ત તથા કફકારક પુદગલોના આહારથી દુઃસ્વર થાય. ઈત્યાદિ પ્રસિદ્ધ છે. તો આવી કેટલીક પ્રવૃતિઓને જીવવિપાકી કેમ કહી? પુદ્ગલ દ્વારા વિપાક બતાવતી હોવાથી પુદ્ગલવિપાકી કહેવી જોઈએ?
ઉત્તર- પુગલના વિષયમાં જેનો વિપાક થાય તે પુગલવિપાકી કહેવાય છે. ઔદારિકાદિ પાંચ શરીર રૂપે પરિણામ પામેલાં પુદ્ગલોને વિષે ફળપ્રદાનતા છે જે પ્રકૃતિઓની તે પ્રકૃતિઓ પુદ્ગલવિપાકી કહેવાય છે. રતિ-અરતિ આદિ ઉપરોક્ત પ્રકૃતિઓનો ઉદય પત્થર અને ચંદનાદિ પુદ્ગલના નિમિત્તે થતો દેખાય છે.પરંતુ તેવા પુદ્ગલોના નિમિત્ત વિના પણ પૂર્વે અનુભવેલા વિષયોના સ્મરણાદિથી પણ રતિ-અરતિ આદિનો ઉદય હોય છે. તેથી પુગલોની સાથે ઉદયનો વ્યભિચાર હોવાથી પુગલવિપાકી ગણાવી નથી. (જુઓ પંચસંગ્રહ દ્વારા ત્રીજું, ગાથા-૪૬.)
પ્રશ્ન- જેમ ચાર આયુષ્ય પોતપોતાના ભવમાં જ ઉદયમાં આવે છે, તેથી ભવવિપાકી છે. તેવી જ રીતે દેવગતિ આદિ ચાર ગતિનામકર્મ પણ પોતપોતાના ભવમાં જ ઉદયમાં આવે છે. તો તે ચાર ગતિને પણ ભવવિપાકી કેમ કહેતા નથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org