________________
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૨૨-૨૩
જ હોય છે. દ્વિતીય આદિ સમયમાં તે બંધ પૂર્વસમય જેટલો જ હોવાથી અવસ્થિત કહેવાય છે. એમ અવસ્થિતબંધનો ઘણો કાળ હોય છે.
અગિયારમા ઉપશાત્તમોહ ગુણસ્થાનકે આઠ કર્મોમાંથી માત્ર ૧ વેદનીયકર્મ બંધાય છે. ત્યાંથી અદ્ધાક્ષયે પડતાં જીવ દશમા ગુણસ્થાનકે આવે ત્યારે મૂલ ૬ કર્મોનો બંધ શરૂ થાય છે. ત્યારે પ્રથમ સમયે (વધારો થયો હોવાથી) પહેલો ભૂયસ્કાર, દશમા ગુણસ્થાનકથી પડતાં નવમા ગુણઠાણે આવે ત્યારે મોહનીયનો બંધ વધતાં ૭નો બંધ થાય છે ત્યારે પ્રથમ સમયે ૭ના બંધનો બીજો ભૂયસ્કાર, ત્યાંથી નીચે ઉતરતાં છઠ્ઠા આદિ ગુણસ્થાનકોમાં આવે ત્યારે તે ગુણસ્થાનકોમાં
જ્યારે પરભવના આયુષ્યનો બંધ પ્રારંભે ત્યારે આઠનો બંધ થાય. તે આઠના બંધના પ્રથમ સમયે આઠના બંધનો ત્રીજો ભૂયસ્કાર. આ પ્રમાણે ૧ના બંધવાળા ગુણસ્થાનકથી નીચે ઉતરતાં ૬-૭-૮નો બંધ શરૂ કરતાં તે ત્રણે બંધસ્થાનકના પ્રથમ પ્રથમ સમયે એક-એક ભૂયસ્કાર થતાં મૂલ આઠ કર્મના કુલ ત્રણ ભૂયસ્કાર બંધ થાય છે. અગિયારમેથી અદ્ધાક્ષયને બદલે ભવક્ષયથી જે પડે તે ચોથે ગુણસ્થાનકે આવે ત્યારે (છના બંધ વિના) સીધેસીધો સાતનો બંધ કરે તે પણ સાતના બંધનો ભૂયસ્કાર છે. એમ સાતના બંધનો ભૂયસ્કાર બે રીતે થાય છે. પરંતુ સંખ્યા તેની તે જ હોવાથી એક જ ગણાય છે.
એવી જ રીતે આયુષ્યકર્મ બંધાતું હોય ત્યારે જીવ કુલ ૮ કર્મો બાંધે છે. તેમાંથી અંતર્મુહૂર્ત બાદ જ્યારે આયુષ્યનો બંધ સમાપ્ત થઈ જાય ત્યારે આયુષ્ય વિના સાતનો બંધ શરૂ થતાં ઘટાડો થયેલ હોવાથી પ્રથમ સમયે ૭ના બંધનો પહેલો અલ્પતર, ત્યારબાદ શ્રેણીમાં ચડતાં નવમા ગુણસ્થાનકના અંતે મોહનો બંધ અટકાવી દસમે ગુણસ્થાને જતાં ૬ કર્મનો બંધ થતાં પ્રથમસમયે બીજો અલ્પતરબંધ, અને દસમાં ગુણસ્થાનકથી અગિયારમે અથવા બારમા ગુણસ્થાનકે જતાં ૧ નો બંધ શરૂ થાય ત્યારે પ્રથમ સમયે ત્રીજો અલ્પતર બંધ થાય. આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org