________________
પાંચમો કર્મગ્રંથ
આ વ્યાખ્યા પ્રમાણે જ્યારે જીવ પરભવનું આયુષ્યકર્મ બાંધતો હોય ત્યારે ગુણસ્થાનક ૧-૨-૪-૫-૬-૭ હોવાથી જ્ઞાનાવરણીય આદિ શેષ ૭ કર્મો પણ અવશ્ય બંધાય જ છે. તેથી તે કાળે એકી સાથે આઠ કર્મો બંધાય છે, તે “અષ્ટવિધબંધ” નામનું પહેલું એક બંધસ્થાનક કહેવાય છે. તેનો કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત માત્ર જ હોય છે. કારણ કે આયુષ્યકર્મનો બંધ ઓછામાં ઓછો અને વધુમાં વધુ અંતર્મુહૂર્ત જ ચાલે છે. તથા તે અવિધ બંધમાં ગુણસ્થાનકો (ત્રીજા વિના) ૧ થી સાત હોય છે. જ્યારે આયુષ્યકર્મ ન બંધાય ત્યારે આયુષ્ય વિના “સવિધબંધ” નું બીજું બંધસ્થાનક કહેવાય છે. આ બંધસ્થાનકમાં ૧ થી ૯ ગુણસ્થાનક હોય છે. જઘન્યકાળ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત ન્યૂન પૂર્વકોડીના ત્રીજા ભાગે અધિક એવા છ માસ ન્યૂન તેત્રીસ સાગરોપમ હોય છે. મનુષ્યનો ઉત્કૃષ્ટાયુષ્યવાળો પૂર્વકોડીનો ભવ હોય ત્યાં પ્રથમ બે ભાગ વીત્યા બાદ ત્રીજા ભાગના પ્રથમ સમયથી આયુષ્યનો બંધ જો ચાલુ કરે, તો તે અંતર્મુહૂર્તો પૂરો થાય અને ધારો કે ઉત્કૃષ્ટથી તે કાળે અનુત્તરવાસીદેવનું અથવા સાતમી નારકીનું તેત્રીસ સાગરોપમનું આયુષ્ય બાંધે તો ઉપરોક્ત કાળ સંભવી શકે છે. ઉપશમશ્રેણી અથવા ક્ષપકશ્રેણીમાં જીવ આરૂઢ થાય ત્યારે નવમા ગુણઠાણાના અન્તે મોહનીયકર્મનો બંધવિચ્છેદ થવાથી “ષદ્વિધબંધક” નું ત્રીજા બંધસ્થાનક જાણવું. ગુણસ્થાનક એક ફક્ત દસમું સમજવું. ઉપશમશ્રેણી આશ્રયી કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જાણવો અને ક્ષપકશ્રેણી આશ્રયી જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત માત્ર કાળ જાણવો. તથા ૧૧-૧૨- અને ૧૩મા ગુણઠાણે માત્ર એક વેદનીયકર્મ જ બંધાય છે. તે “એકવિધબંધક” નું ચોથુ બંધસ્થાનક જાણવું. તેનો કાળ અગિયારમા ગુણસ્થાનકને આશ્રયી જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત, તથા બારમા-તેરમા ગુણસ્થાનકને આશ્રયી જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ
૮૪
Jain Education International
For Private & Personal Use Only
ગાથા : ૨૨-૨૩
www.jainelibrary.org