________________
પાંચમો કર્મગ્રંથ
આવ્યો છે. અથવા પ્રકૃતિબંધનો બીજો અર્થ એવો પણ છે કે સ્થિતિ-રસ અને પ્રદેશ આ ત્રણ બંધોનો સમુદાય તે પ્રકૃતિબંધ. જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે એટલે કે તે કર્મ આત્મા સાથે કેટલો સમય રહેશે? કેવું તીવ્ર-મંદ ફળ આપશે ? અને તેનાં કેટલાં દલિકો છે? આવું જાણવું તે જ પ્રકૃતિબંધ
૮૨
(૨) સ્થિતિબંધ બંધાતું કર્મ આત્મા સાથે કેટલો સમય રહેશે? એમ કાલમાનનું નક્કી થયું તે સ્થિતિબંધ. તેના જઘન્ય-ઉત્કૃષ્ટ બે ભેદ છે. (૩) રસબંધ = બંધાતું એવું આ કર્મ જ્યારે ઉદયમાં આવશે ત્યારે તીવ્ર, મંદ આદિ કેવા ભાવે પોતાનો ફળવિપાક જણાવશે ? તેનું નિર્માણ થવું તે રસબંધ.
(૪) પ્રદેશબંધ બંધ કરતી વખતે આ આત્મા કાર્યણવર્ગણાના કેટલા કર્મ પરમાણુઓને ગ્રહણ કરે છે ? તેના પ્રમાણનું નક્કી થવું તે પ્રદેશબંધ. શાસ્ત્રોમાં કહ્યું છે કે
ગાથા : ૨૨-૨૩
=
ठिइबंध दलस्स ठिई, पएसबंधो पएसगहणं जं । ताण रसो अणुभागो तस्समुदाओ पगइबंधो ॥ प्रकृतिः समुदायः स्यात्स्थितिः कालावधारणम् । अनुभागः रसः प्रोक्तः प्रदेशो दलसञ्चयः ॥
આ બન્ને ગાથાઓના અર્થ સુગમ છે. ચારે પ્રકારના બંધ સમજાવ્યા. વિસ્તારથી જાણવું હોય તો કર્મવિપાકાદિમાંથી જાણી લેવું. હવે તે ચારમાંથી પ્રથમ “પ્રકૃતિબંધ” સમજાવીશું. I॥૨૧॥
Jain Education International
પ્રકૃતિબંધ તથા તેના સ્વામી એમ ૧૭મા તથા ૨૧મા દ્વા૨નો અધિકાર:मूलपयडीण अडसत्तछेगबंधेसु तिन्नि भूगारा । अप्पतरा तिय चउरो, अवट्ठिया न हु अवत्तव्वो ॥ २२ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org