________________
ગાથા : ૨૧ "
પાંચમો કર્મગ્રંથ
૮૧
પ્રકૃતિઓ પોતાનું ફળ શરીર રૂપે રચાયેલાં પુદ્ગલોમાં જ દર્શાવે છે. તેના દ્વારા જીવને સુખ-દુઃખ આપનાર બને છે. તેથી શારીરિક પુદ્ગલોમાં ફળદાયકતા પ્રધાનપણે હોવાથી પુગલવિપાકી કહેવાય છે.
આ પ્રમાણે ક્ષેત્રવિપાકી, જીવવિપાકી, ભવવિપાકી અને પુદ્ગલવિપાકી એમ ચાર પ્રકારના વિપાકવાળી પ્રકૃતિઓ સમજાવી. વિપાક બે પ્રકારનો કમ્મપયડની પહેલી ગાથાની ઉપાધ્યાયજી કૃત ટીકામાં (નૌકામાં) આપેલ છે. (૧) હેતુવિપાક અને (૨) રવિપાક. ક્ષેત્રવિપાકાદિ જે ચાર પ્રકારના વિપાક ઉપર સમજાવ્યા તે હેતુવિપાક જાણવા. કારણ કે ક્ષેત્રનુભવ અને શારીરિક પુગલ આદિ હેતુઓને (નિમિત્તોને) લઈને વિપાક (ફળદાન) બતાવવાની પ્રધાનતાવાળી પ્રકૃતિઓ તે હેતુવિપાક કહેવાય છે. અને રસદ્વારા વિપાક બતાવવાની પ્રધાનતા વિચારીએ ત્યારે તે રસવિપાક કહેવાય છે. તેના એક સ્થાનિક, દ્વિસ્થાનિક, ત્રિસ્થાનિક અને ચતુઃસ્થાનિક એમ ચાર ભેદ છે. જે આગળ રસબંધ વખતે સમજાવાશે તથા ઘાતીઅઘાતી-શુભ-અશુભ આદિ દ્વારા પણ રસવિપાકને આશ્રયી સમજવાં.
બંધ અને બંધના ચાર ભેદો હવે ચાર પ્રકારનો બંધ સમજાવે છે. મિથ્યાત્વ, અવિરતિ આદિ બંધહેતુઓ વડે કાર્મણવર્ગણાના સ્કંધોનું કર્મરૂપે રૂપાન્તર કરીને આત્માનો તે કર્મોની સાથે લોહાગ્નિની જેમ જે સંબંધ થવો તેને બંધ કહેવાય છે. સંસારી જીવોમાં પ્રતિસમયે આ બંધ ચાલુ જ છે. અને તેરમા ગુણઠાણા સુધી ચાલુ જ રહે છે. જે સમયે આત્મામાં કર્મ બંધાય છે તે જ સમયમાં તે કાર્મણવર્ગણાના કર્મરૂપે રૂપાન્તર થતા સ્કંધોમાં પ્રકૃતિ-સ્થિતિ રસ અને પ્રદેશ આ ચારે ભાવો મોદકના દૃષ્ટાન્તના અનુસાર સર્જાય છે.
(૧) પ્રકૃતિબંધ=પ્રકૃતિ એટલે સ્વભાવ. આ બંધાતું કર્મ જ્યારે ઉદયમાં આવશે ત્યારે કેવું ફળ આપશે? એવા પ્રકારના તેના સ્વભાવનું નક્કી થયું તે પ્રકૃતિબંધ. આ અર્થ કર્મવિપાકાદિમાં (પ્રથમ કર્મગ્રંથાદિમાં)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org