________________
૮
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૨૧
નામ ધુવોદય = નામકર્મની ધ્રુવોદયી, વડતy = શરીર ચતુષ્ક, વવાય = ઉપઘાત, સાદરા = સાધારણ, રૂયર = પ્રત્યેક, ૩નોતિi = ઉદ્યોતત્રિક, પુરવિવાર = પુગલવિપાકી પ્રકૃતિઓ છે. વંથો = બંધ, પથતિ = પ્રકૃતિ, સ્થિતિ, સંપત્તિ = રસ અને પ્રદેશ એમ બંધ ચાર પ્રકારે છે. ૨૧
ગાથાર્થ - નામકર્મની ધ્રુવોદયી પ્રકૃતિઓ ૧૨, શરીર ચતુષ્કની ૧૮, ઉપઘાત, સાધારણ, પ્રત્યક, ઉદ્યોતત્રિક, એમ ૩૬ પ્રકૃતિઓ પુદ્ગલવિપાકી છે. તથા પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશ એમ બંધ ચાર પ્રકારનો છે. ર૧ |
વિવેચન = નામકર્મની ધ્રુવોદયી (ગાથા ૬ માં કહ્યા મુજબ) નિર્માણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અગુરુલઘુ, તેજસ, કાર્પણ અને વર્ણ ચતુષ્ક એમ કુલ ૧૨, વડતy = શરીરાદિ ચારની ૧૮ પ્રકૃતિ એટલે ત્રીજી ગાથાના ક્રમ પ્રમાણે શરીર ૩, અંગોપાંગ ૩, સંસ્થાન ૬, અને સંઘયણ છે, એમ મળીને કુલ ૧૮, ઉપઘાત, સાધારણ, રૂતર શબ્દથી સાધારણની પ્રતિપક્ષી પ્રત્યેક, ઉદ્યોતત્રિક એટલે ત્રીજી ગાથામાં કહેલા ક્રમ પ્રમાણે ઉદ્યોત, આતપ અને પરાઘાત એમ કુલ ૩૬ પ્રકૃતિઓ પુદ્ગલવિપાકી છે. કારણ કે આ છત્રીસે પ્રકૃતિઓ પોતપોતાનો ફળ વિપાક ઔદારિકાદિ શરીરોમાં (શરીર રૂપે પરિણત થયેલ પુદ્ગલોમાં) બતાવે છે. અહીં “પુત્તિ'' શબ્દથી સામાન્ય પુદ્ગલ ન લેતાં ઔદારિકાદિ શરીર રૂપે પરિણત થયેલાં પુગલો સમજવો. ત્યાં જ ફલદાનતા આ ૩૬ની સંભવે છે. જેમ કે નિર્માણનામકર્મ તો અવયવોની યથાસ્થિત વ્યવસ્થા કરે, સ્થિર નામકર્મ તો હાડકાં અને દાંત આદિ અવયવોને સ્થિર રાખે, અસ્થિર નામકર્મ તો જીભ, પાંપણ આદિને અસ્થિર રાખે, શુભનામકર્મ નાભિથી ઉપરના અને અશુભનામકર્મ નાભિથી નીચેના અવયવોને શુભ અને અશુભ રૂપે ગણાવે છે. ઉપઘાત નામકર્મ શરીરના જ અવયવોને દુ:ખદાયીપણે બનાવે છે. આ પ્રમાણે આ સર્વે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org