________________
ગાથા : ૨૧
પાંચમો કર્મગ્રંથ
બાળી જ નાખવામાં આવે છે. એટલે તે કંઈ ફળને ભોગવનાર નથી. પરંતુ જીવને ફળ આપવામાં આનુપૂર્વીઓમાં ક્ષેત્ર, આયુષ્યમાં ભવ, અને હવે કહેવાતી ૩૬ પ્રકૃતિઓમાં શારીરિક પુદ્ગલ સ્કંધો જેવા પ્રકારનાં અસાધારણ કારણ છે. તેવા પ્રકારનાં બીજાં કોઈ અસાધારણ કારણ અન્ય પ્રકૃતિઓમાં નથી. તેથી અસાધારણ કારણપણાની વિવક્ષા કરીને તે તે વિપાકી પ્રકૃતિઓ કહી છે. પરમાર્થથી સર્વે પ્રકૃતિઓ જીવવિપાકી જ છે.
પ્રશ્ન - ચાર આનુપૂર્વી વિગ્રહગતિ રૂપ ક્ષેત્રમાં જેમ ઉદયમાં આવે છે. તેવી રીતે સર્વે પ્રકૃતિઓ પણ પોત પોતાના ઉદયકાળે કોઈ ને કોઈ ક્ષેત્રનું આલંબન લઈને જ ઉદયમાં આવે છે. એટલે કે તે તે પ્રકૃતિઓ જ્યારે જ્યારે ઉદયમાં આવે છે ત્યારે ત્યારે કોઈ ને કોઈ ક્ષેત્ર તેમાં કારણ હોય જ છે. તેથી બીજી પ્રકૃતિઓને પણ ક્ષેત્રવિપાકી કેમ કહેતા નથી?
ઉત્તર - સર્વે પણ પ્રકૃતિઓ કોઈ ને કોઈ ક્ષેત્રમાં જ ઉદયમાં આવે છે તે વાત ઠીક છે. પરંતુ ચાર આનુપૂર્વીના વિપાકોદયમાં વિગ્રહગતિ સ્વરૂપ વક્રા કરવાવાળું ક્ષેત્ર જેવું અસાધારણ કારણ છે. તેવું અસાધારણ કારણ રૂપે અમુક નિયત ક્ષેત્ર બીજી પ્રકૃતિઓમાં કારણ નથી. આ ચાર આનુપૂર્વી વકા કરવાવાળા ક્ષેત્રમાં જ ઉદયમાં આવે છે અન્યત્ર આખા ભવમાં ક્યાંય પણ ઉદયમાં આવતી નથી. તેથી આ ચારને જ ક્ષેત્રવિપાકી કહી છે. શેષ પ્રકૃતિઓ ક્ષેત્રવિપાકી નથી. રવા
હવે પુદ્ગલવિપાકી સમજાવે છે. नामधुवोदयचउतणु-वधाय साहारणिअरुज्जोअतिगं। पुग्गलविवागी बंधो, पयइठिइरसपएसत्ति ॥२१।। (नामध्रुवोदयचतुर्तनूपघातसाधारणेतरोद्योतत्रिकम्। पुद्गलविपाकिन्यो बन्धो प्रकृतिस्थितिरसप्रदेशा इति ॥२१॥)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org