________________
પાંચમો કર્મગ્રંથ
વિવેચન જે પ્રકૃતિઓ બીજી પ્રકૃતિઓના ચાલતા બંધ-ઉદય અથવા ઉભયને અટકાવીને પોતાના બંધ-ઉદય અને ઉભયને જણાવે તે પરાવર્તમાન પ્રકૃતિ કહેવાય છે. તે ૧૨૦ ને આશ્રયી ૯૧ છે. અને ૧૨૨ ને આશ્રયી ૯૩ છે. શરીરાદિ આઠ એટલે ત્રીજી મૂલગાથામાં કહેલા ક્રમે આઠ સમજી લેવી. ત્યાં તૈજસ અને કાર્યણ અપરાવર્તમાન ૨૯ માં આવી ગયેલ હોવાથી તે બે શરીર વિના ૩ શરીર, ૩ અંગોપાંગ, ૬ સંસ્થાન, ૬ સંઘયણ, ૫ જાતિ, ૪ ગતિ, ૨ વિહાયોગતિ, અને ૪ આનુપૂર્વી એમ કુલ ૩૩ પ્રકૃતિઓ. ત્રણ વેદો, હાસ્ય-રતિ, અતિ-શોક એમ બે યુગલની ૪, ૧૬ કષાયો, ઉદ્યોત અને આતપ એમ ૨, ગોત્રની ૨, વેદનીયની ૨, પાંચ નિદ્રાની ૫, ત્રસાદિ ૨૦ અને આયુષ્યની ચાર એમ કુલ ૯૧ પ્રકૃતિઓ પરાવર્તમાન છે. અહીં આઠે કર્મની બંધમાં ૧૨૦ પ્રકૃતિઓ હોય છે. તેમાંથી અપરાવર્તમાન ૨૯ પૂર્વે આવી ગયેલી છે તેથી શેષ ૯૧ પરાવર્તમાન છે. પરંતુ સમ્યક્ત્વમોહનીય અને મિશ્ર મોહનીય એમ બે ઉદયમાં વધારે હોય છે. તેથી આઠે કર્મની ૧૨૨ થાય છે. ત્યારે અપરાવર્તમાન ૨૯ પરંતુ પરાવર્તમાન ૯૧ ને બદલે ૯૩ સમજવી.
૭૨
=
પ્રશ્ન અહીં ૧૬ કષાયો અને પાંચ નિદ્રા તો ૪૭ ધ્રુવબંધીમાં આવી છે. તેથી ધ્રુવબંધી હોવાના કારણે એકી સાથે બધી જ બંધાય છે. કોઈના પણ બંધને અટકાવીને પોતાનો બંધ દેખાડતી નથી. તો પરાવર્તમાન કેમ કહો છો?
-
Jain Education International
ઉત્તર ૯૧ માંથી આ ૧૬+૫ =૨૧ પ્રકૃતિઓ માત્ર ઉદયમાં જ પરાવર્તમાન છે, બંધમાં નહીં. ઉદયકાળે ક્રોધનો ઉદય તો જ થાય છે કે પૂર્વે જે માનાદિનો ઉદય હોય તેનું વિરમણ થાય. એવી જ રીતે માનનો ઉદય તો જ થાય છે કે પૂર્વે જે ક્રોધ-માયા કે લોભનો ઉદય હોય તે વિરામ પામે. તથા નિદ્રાપંચકમાં પણ નિદ્રાનો ઉદય વિરામ પામે તો જ નિદ્રાનિદ્રા આદિ ઉદયમાં આવે. આ પ્રમાણે આ
ગાથા : ૧૯
=
For Private & Personal Use Only
www.jainelibrary.org