________________
પાંચમો કર્મગ્રંથ
પ્રશ્ન =
સુખ આપે તે સાતા, અને દુ:ખ આપે તે અસાતા કહેવાય છે. પ્રીતિ પ્રાપ્ત કરાવે તે રતિમોહનીય, અને અપ્રીતિ પ્રાપ્ત કરાવે તે શોકમોહનીય છે. આ સાતા અને રતિમાં, તથા અસાતા અને અરિતમાં તફાવત શું?
ગાથા : ૧૬-૧૭
ઉત્તર – સાંસારિક સાનુકૂળતાઓ મળે, સુખની સામગ્રી મળે, ગાડી-વાડી વગેરે સંપત્તિ મળે તે સઘળી પરિસ્થિતિને તથા સુખનો જે અનુભવ થાય તેને સાતાવેદનીય કહેવાય છે. અને તેમાં “આ સુખ છે” એવી જે સુખબુદ્ધિ થાય છે અર્થાત્ એમાં જીવ જે હરખાઈ જાય છે. આનંદ માને છે. તે તિમોહનીય છે. એવી જ રીતે સાંસારિક પ્રતિકૂળતાઓ મળે, દુ:ખની સામગ્રી મળે, રહેવાની-ખાવા-પીવાની-પહેરવાની પ્રતિકૂલ પરિસ્થિતિ પ્રાપ્ત થાય તથા જીવ પીડા અનુભવે તે અસાતાવેદનીય, અને તેમાં “આ દુઃખ છે” એમ સમજી દુઃખબુદ્ધિ થાય, અપ્રીતિ થાય એમાં જીવ જે આકુળ-વ્યાકુળ થઇ જાય છે તે અતિમોહનીય જાણવું. સુખ મળવું તે સાતા, તેને સુખ માનવું તે રતિ, દુ:ખ મળવું તે અસાતા, અને તેને દુઃખ માનવું તે અતિ એમ ભેદ જાણવો.
પ્રશ્ન =
અહીં ઘાતીકર્મોની ૪૫ પ્રકૃતિઓને પાપપ્રકૃતિ તરીકે ગણાવી છે પરંતુ તત્ત્વાર્થસૂત્રના આઠમા અધ્યાયના ૮-૨૬ અન્તિમસૂત્રમાં હાસ્ય-રતિ-પુરુષવેદ અને સમ્યક્ત્વમોહનીય આ ચારે પ્રકૃતિઓ ઘનઘાતી કર્મોની (ખાસ કરીને મોહનીયની) હોવા છતાં શુભકર્મમાં જણાવી છે. તે કેમ ઘટશે?
૬૯
ઉત્તર તાત્ત્વિક રીતિએ આ અશુભ પ્રકૃતિઓ હોવા છતાં પણ અપેક્ષા વિશેષે ઉપચાર કરીને વ્યવહારમાત્રથી તત્ત્વાર્થસૂત્રમાં શુભ કહેવામાં આવી છે. જેમ કે હાસ્ય-રતિ અને અતિ-શોક આ ચારે મોહનીય હોવાથી અશુભ જ છે. પરંતુ વ્યવહાર માત્રથી અતિ-શોક કરતાં હાસ્ય-રતિ સારું તથા હાસ્ય-રતિ જીવને ગમે છે, એમ સમજી તે બન્નેને શુભ કહી છે. ત્રણે વેદની પ્રકૃતિઓ મોહનીય હોવાથી અશુભ, છતાં પણ નપુંસકવેદ અને
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org