________________
૬૮
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૧૬-૧૭
છે. ગંધમાં સુરભિગંધ પુણ્યમાં છે અને દુરભિગંધ પાપમાં છે. આ રીતે રસાદિમાં પણ છે. એમ વર્ણાદિ ચારનું ગ્રહણ બન્નેમાં લેવાથી પ્રશસ્તક શુભ સ્વભાવવાળા પણ વર્ણાદિ છે અને અશુભ=અપ્રશસ્ત સ્વભાવવાળા પણ વર્ણાદિ છે. એમ ઉભયસ્થાને ગ્રહણ કરવાથી ૧૨૦ના બદલે ૧૨૪ની સંખ્યા થાય છે.
પ્રશ્ન = તિર્યંચાયુષ્ય પુણ્યમાં કહ્યું છે. અને તિર્યંચગતિ તથા તિર્યંચાનુપૂર્વ પાપમાં ગણી છે. આમ કેમ કર્યું? બાકીના ત્રિકોમાં દેવત્રિક અને મનુષ્યત્રિક પુણ્યમાં ગણ્યું છે. અને નરકનું ત્રિક પાપમાં ગણ્યું છે. તો અહીં આવો ભેદ કેમ કર્યો?
ઉત્તર = તિર્યંચભવમાં જવું તે ગતિ, તે ભવ તરફ લઈ જાય તે આનુપૂર્વી. આ બન્ને ભાવો કોઈને ઈષ્ટ નથી. કોઈ કહે કે તમે મારીને કુતરા-બીલાડા-ગાય કે વાઘ-સિંહ થવાના છો તો તે કોઈ જીવને ગમતું નથી માટે ગતિ અને આનુપૂર્વી અશુભમાં લીધી છે. પરંતુ પૂર્વબદ્ધ કર્મના ઉદયથી જો તિર્યંચમાં જવું જ પડ્યું. તો ત્યાં ગયા પછી રહેવું ગમે છે. મરવું ગમતું નથી. જીવવું ગમે છે. અર્થાત્ તિર્યંચ ભવનું જીવન તે જીવને વહાલું છે. માટે આયુષ્ય પુણ્યમાં ગણ્યું છે.
પ્રશ્ન = બેંતાલીસને પુણ્ય અને વ્યાસીને પાપ પ્રકૃતિઓ કેમ કહેવાય છે ?
ઉત્તર = શુમારીઝ વીત્ શુમાં ઉચ્ચત્તે, શુમારપગવાતું અણુમાં ૩ષ્યન્ત = શુભ કારણો સેવવાથી બંધાયેલું જે કર્મ અર્થાત્ મન, વચન અને કાયાની શુભપ્રવૃત્તિથી બંધાયેલું જે કર્મ તે પુણ્યકર્મ અથવા શુભકર્મ કહેવાય છે. અને અશુભ કારણો સેવવાથી બંધાયેલું જે કર્મ, અર્થાત્ મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિથી બંધાયેલું જે કર્મ તે પાપકર્મ અથવા અશુભકર્મ કહેવાય છે. આ જ કારણથી પુણ્યકર્મના ઉદયકાળે સાનુકૂળતા અને પાપકર્મના ઉદયકાળે આ જીવને પ્રતિકૂળતા પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org