________________
૬૫
ગાથા : ૧૫
પાંચમો કર્મગ્રંથ હવે પુણય - પાપ પ્રકૃતિદ્વાર સમજાવે છે - सुरनरतिगुच्चसायं, तसदसतणुवंगवइरचउरंसं। परघासग तिरियाऊ, वन्नचउपणिंदिसुहखगई।। १५॥ (सुरनरत्रिकोच्चैस्सातानि, त्रसदशकतनूपांगवज्रचतुरस्राणि। पराघातसप्तकं तिर्यगायुः, वर्णचतुष्कपञ्चेन्द्रियशुभखगतयः ।।१५ ॥)
સુરનરતિ = દેવનું ત્રિક અને મનુષ્યનું ત્રિક, ૩ = ઉચ્ચગોત્ર, સાયંસાતા વેદનીય, તરસ = ત્રસનું દશક, તદુવંગ = પાંચ શરીર અને ત્રણ ઉપાંગવેફર = વજઋષભનારાય, ર૩ = સમચતુરસ, પરાસ = પરાઘાતસતક, તિરિયા = તિર્યંચનું આયુષ્ય, વનર૩ = વર્ણ ચતુષ્ક, પદ્ધિ = પંચેન્દ્રિય જાતિ, સુદgયારું = શુભવિહાયોગતિ. | ૧૫ //
ગાથાર્થ = દેવત્રિક, મનુષ્યત્રિક, ઉચ્ચગોત્ર, સાતાવેદનીય, ત્રસદશક, પાંચ શરીર, ત્રણ ઉપાંગ, વજૂઋષભનારાય, સમચતુરસ, પરાઘાતસમક, તિર્યગાયુ, વર્ણચતુષ્ક, પંચેન્દ્રિય જાતિ અને શુભ વિહાયોગતિ એમ ૪૨ પુણ્યપ્રકૃતિઓ જાણવી. / ૧૫ /
વિવેચન = જે કર્મના ઉદયકાળે જીવને સુખ ઉપજે, સાનુકૂળતા પ્રાપ્ત થાય, સાંસારિક સુખની સામગ્રી મળે તથા ધર્મની સામગ્રી મળે તેવા કર્મોને પુણ્યકર્મ કહેવાય છે. અને જે કર્મના ઉદયકાળે જીવને દુ:ખ ઉપજે, પ્રતિકૂળતા પ્રાપ્ત થાય, દુઃખની સામગ્રી મળે, ધર્મની સામગ્રી ન મળે તેવા કર્મોને પાપકર્મ કહેવાય છે. પુણ્યકર્મની ૪૨ પ્રકૃતિઓ છે. તે આ પ્રમાણે –
મૂલગાથામાં લખેલો તિન શબ્દ સુર અને નર એમ બન્નેની સાથે જોડવો જેથી સુરત્રિક (દેવગતિ, દેવાનુપૂર્વી, અને દેવાયુષ્ય). મનુષ્યત્રિક (મનુષ્યગતિ-મનુષ્યની આનુપૂર્વી અને મનુષ્યનું આયુષ્ય).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org