________________
પાંચમો કર્મગ્રંથ
તેર પ્રકૃતિઓનો ક્ષયોપશમભાવ રસોદયકાળે પણ હોય છે. તેથી વિપાકોદય હોવા છતાં પણ ગુણપ્રગટતા થાય છે. એથી આ તેર પ્રકૃતિઓ દેશઘાતી કહેવાય છે. આ પ્રમાણે ૮+૨+૪+૫+૧૩+૧૩ =૪૫ પ્રકૃતિઓના ઘાતી-અઘાતી પણાની ચર્ચા સમજાવી.
ગાથા : ૧૩-૧૪
૮ પ્રકૃતિઓનો સદાકાળ ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમભાવ જ હોય છે. અને દેશઘાતી છે.
૬૩
૨ પ્રકૃતિઓનો સદાકાળ કેવળ ઔદિયભાવ જ છે. અને સર્વઘાતી છે.
૪ પ્રકૃતિઓનો ક્યારેક ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમભાવ અને ક્યારેક કેવળ ઔદિયકભાવ હોય છે. ઉદયની સાથે ક્ષયોપશમ અવિરોધી હોવાથી દેશઘાતી છે.
૫ પ્રકૃતિઓ અધ્રુવોદયી છે. જ્યારે ઉદય હોય ત્યારે કેવળ ઔદિયકભાવ જ છે અને ઉદય ન હોય ત્યારે સત્તાગતમાં પણ સર્વઘાતની યોગ્યતા હોવાથી સર્વઘાતી છે.
૧૩ પ્રકૃતિઓનો વિપાકોદયકાળે (સ્વરૂપે ઉદયમાં આવે ત્યારે) ક્ષયોપશમ ન હોય તેથી સર્વઘાતી છે. પરંતુ પ્રદેશોદયકાળે (પોતાના કર્મપ્રદેશો સજાતીય એવી પ૨પ્રકૃતિમાં સંક્રમાવીને) ઉદયમાં લાવે ત્યારે ક્ષયોપશમ થાય છે. ૨સોદયની સાથે ક્ષયોપશમભાવ વિરોધી છે. પરંતુ પ્રદેશોદયની સાથે ક્ષયોપશમભાવ અવિરોધી છે.
૧૩ પ્રકૃતિઓ (૯ નોકષાય અને ૪ સંજ્વલન)નો વિપાકોદયકાળે તથા પ્રદેશોદયકાળે એમ બન્ને અવસ્થામાં ક્ષયોપશમ હોય છે. તેથી જ આ પ્રકૃતિઓ દેશધાતી છે.
આ પ્રમાણે જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૯, મોહનીય ૨૬ અને અંતરાયની ૫ એમ ઘાતીકર્મોની કુલ ૪૫ પ્રકૃતિઓનું વર્ણન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org