________________
ગાથા : ૧૩-૧૪
પાંચમો કર્મગ્રંથ
૬૧
(૧) મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અચક્ષુદર્શનાવરણીય અને પાંચ અંતરાય આ આઠ કર્મોનો રસ નિયમા દેશઘાતી થઈને જ ઉદયમાં આવે છે. કારણ કે જીવના આ જ્ઞાન-દર્શન અને વીર્ય ગુણો અંશતઃ સદાકાળ અનાવૃત રહે છે. તેથી આ આઠ કર્મોનો અંશત: પણ ક્ષયોપશમ વિપાકોદયકાળે ચાલુ જ હોય છે તેથી ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમભાવવાળી આ આઠ પ્રકૃતિઓ કહેવાય છે. અને તે તે આવાર્ય મતિજ્ઞાનાદિ ગુણો અંશતઃ સર્વ જીવોને અવશ્ય અનાવૃત જ હોય છે.
(૨) કેવળજ્ઞાનાવરણીય અને કેવળદર્શનાવરણીય આ બે કર્મોનાં રસ સ્પર્ધકો સર્વઘાતી રૂપે જ ઉદયમાં આવે છે. આ બે કર્મોનાં રસસ્પર્ધકોને જીવ દેશઘાતી કરી શકતો નથી. તેથી તે ગુણો ઉદયકાળે પ્રગટ થતા નથી આ રીતે બે કર્મોનો કેવળ ઔદયિકભાવ જ હોય છે. અને તે સર્વવાની જ હોય છે. તેથી તે બેનો ક્ષયોપશમભાવ થતો નથી.
(૩) અવધિજ્ઞાનાવરણીય, અવધિદર્શનાવરણીય, ચક્ષુદર્શનાવરણીય અને મન:પર્યવજ્ઞાનાવરણીય એમ ચાર કર્મોનો વિપાકોદય વર્તતો હોય ત્યારે આ જીવ ક્યારેક ભવ અથવા ગુણના નિમિત્તે તેનાં રસસ્પર્ધકોને હણીને દેશઘાતી રૂપે પણ ઉદયમાં લાવે છે. તે કાળે આ ચાર કર્મોનો ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમભાવ હોય છે. અને ચારે ગુણો ક્ષયોપશમાનુસાર પ્રગટ થાય છે. અને ક્યારેક ભવ અથવા ગુણની નિમિત્તતા ન હોય ત્યારે તે ચાર કર્મોનાં રસસ્પર્ધકોને સર્વઘાતીરૂપે ઉદયમાં લાવે છે તે કાળે કેવળ ઔદયિકભાવ કહેવાય છે. અને ગુણોની અપ્રાપ્તિ થાય છે.
(૪) નિદ્રા પંચકમાં પણ સર્વઘાતી રસસ્પર્ધકોનો જ ઉદય થાય છે. આ પ્રકૃતિઓ સર્વઘાતી હોવાથી તેના રસસ્પર્ધકોને હણીને દેશઘાતીરૂપે બનાવીને જીવ ઉદયમાં લાવી શકતો નથી. તેથી કેવળ ઔદયિકભાવ જ હોય છે, ક્ષયોપશમભાવ હોતો નથી. આ કારણથી સ્વ આવાર્ય પ્રાપ્તદર્શનલબ્ધિ રૂપ ગુણ આવૃત જ રહે છે. વળી આ પાંચ પ્રકૃતિઓ અધુવોદયી છે. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org