________________
પાંચમો કર્મગ્રંથ
પરંતુ સમ્યક્ત્વ મોહનીય પ્રાપ્તસમ્યક્ત્વમાં શંકા-કાંક્ષા આદિ અતિચારો જ ઉત્પન્ન કરે છે. માટે દેશધાતી કહેવાય છે. તેમ અહીં ત્રીજો કષાય ચારિત્રનો મૂલથી ઉચ્છેદક છે તેથી સર્વઘાતી છે. અને ચોથો કષાય પ્રાપ્ત એવા તે ચારિત્રમાં અતિચારજનક છે તેથી દેશઘાતી જ છે, અને તેના કારણે નિરતિચાર ચારિત્રનો (યથાખ્યાતચારિત્રનો) તે કષાય પ્રતિબંધક બને છે.- એવો અર્થ સમજવો. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે
ગાથા : ૧૩-૧૪
सव्वे वि य अइयारा, संजलणाणं तु उदयओ हुंति । मूलछिज्जं पुण, होइ बारसहं कसायाणं ॥
સર્વે પણ અતિચારો સંજ્વલનના ઉદયથી જ થાય છે. અને પ્રથમના બાર કષાયોનો ઉદય મૂળથી ચારિત્રનો ઉચ્છેદ કરનાર છે. દાનાન્તરાય આદિ પાંચ અંતરાય કર્યો પણ દેશઘાતી છે. કારણ
કે આ સમસ્ત લોકમાં જે પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય છે. તેમાંથી દાનને યોગ્ય, લાભને યોગ્ય, ભોગને યોગ્ય, અને ઉપભોગને યોગ્ય જે જે પુદ્ગલદ્રવ્યો છે તે સમસ્ત પુદ્ગલદ્રવ્યના એક દેશભૂત જ છે. અને આવા બાદરસ્કંધો સંપૂર્ણપુદ્ગલાસ્તિકાયના અનંતમા ભાગે જ છે. તેવા પ્રકારના અનંતમા ભાગે વર્તતા દાનયોગ્ય પુદ્ગલસ્કંધોને દાનાન્તરાય રોકે છે. એ પ્રમાણે લાભ યોગ્ય અનંતમા ભાગને લાભાન્તરાય રોકે છે. ભોગયોગ્ય અને ઉપભોગયોગ્ય અનંતમા ભાગને ભોગાન્તરાય અને ઉપભોગાન્તરાય રોકે છે. આ પ્રમાણે દેશને જ રોકનાર છે. માટે તે દેશઘાતી છે. આ રીતે આ ચારે કર્મો દાનાદિને યોગ્ય એવા અનંતમા ભાગરૂપ પુદ્ગલોનો જ દાનાદિ કરવામાં પ્રતિબંધ કરનારાં છે. માટે દેશઘાતી છે. પરંતુ લોકવર્તી સમસ્ત પુદ્ગલાસ્તિકાય દ્રવ્યોને આ જીવ દાનમાં આપતો નથી કે લાભ મેળવી શકતો નથી કે તે સર્વ પુદ્ગલોનો ભોગ-ઉપભોગ કરી શકતો નથી. તેની અંદર દાનાન્તરાય આદિ કર્મોનો ઉદય ન સમજવો. કારણ કે તે તે પુદ્ગલો ગ્રહણ-ધારણને યોગ્ય જ નથી.
Jain Education International
૫૯
For Private & Personal Use Only
www.jainelibrary.org