________________
ગાથા : ૧૩-૧૪
પાંચમો કર્મગ્રંથ
પ૭
છે અને ઉપચારે સમ્યકત્વના ઘાતક એવા મિથ્યાત્વ મોહનીય કર્મનો મદદગાર હોવાથી પરમ્પરાએ સમ્યકત્વનો પણ ઘાતક કહેવાય છે. ચોરની સાથે રહેનારાને જેમ ચોર કહેવાય તેમ અહીં સમજવું.
- મિથ્યાત્વમોહનીય કર્મ જિનેશ્વર પરમાત્મા પ્રણીત તત્ત્વો ઉપરની શ્રદ્ધા સ્વરૂપ સમ્યકત્વનું ઘાતક છે જ. અને તે પણ સર્વથા ઘાતક છે. માટે સર્વઘાતી જાણવું. અહીં પણ આ મનુષ્ય-પશુ-ઘટ-પટ છે. ઇત્યાદિ બાહ્ય પૂલ દ્રવ્યો સંબંધી શ્રદ્ધા ઘાત ન થયેલી જે દેખાય છે તે પણ જલધરના ઉદાહરણથી સમજી લેવી. સ્વપજ્ઞ ટીકામાં જ કહ્યું છે કે यत्तु तस्य प्रबलोदयेऽपि मनुष्यपश्वादिवस्तुश्रद्धानं तदपि जलधरोदाहरणादवसेयमिति।
આ પ્રમાણે ૨૦ સર્વઘાતી પ્રકૃતિઓ અને તેના અનુસંધાનમાં આવતી ચાર જ્ઞાનાવરણીય અને ત્રણ દર્શનાવરણીય એમ સાત દેશઘાતી કર્મો સમજાવ્યાં. હવે બાકીની દેશઘાતી પ્રકૃતિઓ સમજાવીએ છીએ.
ચાર સંજવલન કષાયો અને નવ નોકષાયો પ્રાપ્ત થયેલા એવા ચારિત્ર ગુણમાં અતિચારો (દોષો) જ માત્ર ઉત્પન્ન કરે છે. પરંતુ ચારિત્રગુણનો મૂલથી ઘાત કરતા નથી. માટે દેશઘાતી છે. છઠ્ઠા ગુણઠાણાથી દસમા ગુણઠાણા સુધી વર્તતા જીવોને સંજવલન અને નોકષાયોનો યથાયોગ્ય ઉદય હોવા છતાં પણ ચારિત્રગુણ અવશ્ય હોય જ છે. માટે સર્વથા ગુણઘાતક ન હોવાથી અને અતિચાર માત્રના જ ઉત્પાદક હોવાથી દેશઘાતી છે.
પ્રશ્ન = નોકષાયોમાં આ વાત બરાબર છે કે તે ચારિત્રના મૂલથી ઘાતક નથી. પરંતુ અતિચારજનક માત્ર છે તેથી દેશઘાતી કહ્યા તે ઘટે છે. પરંતુ સંજવલન કષાયોમાં આ વાત ઘટતી નથી કારણ કે સંજ્વલન ચાર કષાયોથી- ઘાત્મગુણ સામાન્ય સર્વવિરતિ ચારિત્ર નથી. પણ યથાખ્યાતચારિત્ર છે. સામાન્ય ચારિત્ર તો ત્રીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org