________________
ગાથા : ૧૩-૧૪
પાંચમો કર્મગ્રંથ
પપ
ત્યાં વાદળનું દૃષ્ટાંત સમજી લેવું. ગાઢ વાદળ વડે સૂર્ય-ચંદ્રનો ઘણો ખરો ભાગ ઢંકાયો હોય તો પણ સૂર્ય-ચંદ્ર સર્વથા ઢંકાયા જ કહેવાય છે. તેમ અહીં પણ સમજવું.
અનંતાનુબંધી ચાર કષાયો સમ્યકત્વગુણને, અપ્રત્યાખ્યાનીય કષાય દેશવિરતિગુણને, અને પ્રત્યાખ્યાનાવરણ કષાય સર્વવિરતિગુણને સર્વથા હણે છે તેથી પ્રથમના તે ૧૨ કષાયો સર્વઘાતી છે. પહેલા ગુણઠાણે ભવ્ય-અભવ્ય જીવોમાં સમ્યક્તનું ઉચ્ચરવું (સ્વીકારવું), શ્રાવકનાં વ્રતોનું અને મહાવ્રતોનું ઉચ્ચરવું ઈત્યાદિ ધર્મક્રિયા સંસારમાં થાય છે. તેવી દ્રવ્ય વિરતિ આદિના પ્રતાપે આ જીવો નવ રૈવેયક સુધી ઉત્પન્ન થાય છે. પરંતુ તે બધું જીવન દ્રવ્યથી સમજવું. ભાવથી નહીં. અર્થાત્ મિથ્યાત્વના ઉદયના કારણે ફક્ત અજ્ઞાન હોવાથી વેષ માત્રરૂપ અને ક્રિયામાત્રરૂપ તે તે ગુણો લોકભોગ્ય રીતે જીવો સ્વીકારે છે. પરંતુ કષાયોનો વિજય કરીને સંવેગ-નિર્વેદ ગુણપૂર્વક પ્રશમભાવને યોગ્ય એવા વૈરાગ્યભાવે નહીં. તેથી તેના સ્થાને આ કષાયોનો ઉદય વર્તે છે અને તે હોતે છતે ભાવથી વિરમણવૃત્તિ આવતી નથી. અધિક પ્રાપ્તિની લાલસાથી અલ્પવિરમણ દેખાય છે. પરંતુ વિરમણવૃત્તિ આવતી નથી.
પ્રશ્ન - જો વિરમણવૃત્તિ આવતી ન હોય તો આવા પ્રકારના દ્રવ્ય દેશવિરતિ - સર્વવિરતિ ગુણવાળા જીવો પણ અનુચિત (અભક્ષ્યઅનંતકાયાદિ) અને બેંતાલીસ દોષવાળા આહારથી વિરમણ કરતા જ હોય છે. તેવા અનુચિત અને અયોગ્ય આહારાદિથી જે વિરમણ કરેલું દેખાય છે. તેથી વિરમણ કરવાની વૃત્તિ તો હોય જ છે ને?
ઉત્તર - આ કષાયો સર્વઘાતી છે. ભોગોથી વિરમણ કરવાની વૃત્તિને રોકનારા છે. આવા પ્રકારના આ કષાયોનો પ્રબળ ઉદય હોવા છતાં જે અયોગ્ય અને અનુચિત આહારાદિનું વિરમણ દેખાય છે. એટલો ગુણ જે અનાવૃત છે. ત્યાં વાદળનું દૃષ્ટાંત ઉપર પ્રમાણે સમજી લેવું. સ્વોપલ્લટીકામાં કહ્યું છે કે - યત્યુનતેષાં પ્રવનોયેડयोग्याहारादिविरमणमुपलभ्यते तत्र वारिवाहदृष्टान्तो वाच्यः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org