________________
ગાથા : ૧૩-૧૪
પાંચમો કર્મગ્રંથ
૫૩
ઉત્તર : તેવા જીવોને તે ચાર આવારક કર્મોનો સર્વઘાતી રસ ઉદયમાં હોવાથી ગુણોની અપ્રાપ્તિ થઈ છે. પરંતુ તે ચાર પ્રકૃતિઓ સર્વઘાતી કહેવાતી નથી. કારણ કે જે કર્મોનો ક્ષયોપશમ પોતાના ઉદયની સાથે વિરોધી જ હોય તે સર્વઘાતી કહેવાય છે. આ વ્યાખ્યા આ ચાર કર્મોમાં લાગુ પડતી નથી માટે તે ચાર કર્મો સર્વઘાતી નથી પરંતુ દેશઘાતી છે. જે આવારક કર્મોનો ઉદય ચાલુ હોવા છતાં પણ સ્વ આવાર્ય ગુણોની આંશિક પ્રગટતા થતી હોય તે ક્ષાયોપથમિકભાવ કહેવાય છે. સાત આવરણીય કર્મોમાં ઉદયની સાથે આવા પ્રકારનો ક્ષયોપશમભાવ હોઈ શકે છે. તેથી ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમભાવવાળા આ સાત ગુણો કહેવાય છે. અને કેવલજ્ઞાનાવરણીયાદિ બે આવરણોમાં ઉદયની સાથે સ્વઆવાર્ય ગુણોની પ્રગટતા (ક્ષયોપશમ થવો) તે વિરોધી જ છે. તેથી શુદ્ધ ઔદયિકભાવ જ હોય છે. બારમા ગુણસ્થાનકના અંતે આ બે આવરણીયકર્મોનો ક્ષય થવાથી ક્ષાયિકભાવ જ હોય પરંતુ લયોપશમભાવ હોતો નથી. તેથી તે બે કર્મો સર્વઘાતી છે.
નિદ્રાપંચક સર્વઘાતી છે. તે કર્મોથી આવરણ કરવા યોગ્ય કોઈ સ્વતંત્ર ગુણ નથી. જેમ ચક્ષુદર્શનાવરણીય વડે આવાર્યગુણ ચક્ષુદર્શન. અચક્ષુદર્શનાવરણીય વડે આવાર્યગુણ અચક્ષુદર્શન. તેમ નિદ્રાપંચક વડે આવાર્ય સ્વતંત્ર ગુણ કોઈ નથી. પરંતુ ચક્ષુદર્શનાવરણીયાદિ ત્રણ દર્શનાવરણીય કર્મો સ્વ સ્વ આવાર્ય એવા ચક્ષુદર્શનાદિ-ગુણોનું આવરણ કરતાં હોવા છતાં તે ત્રણેના ક્ષયોપશમભાવથી જે દર્શનલબ્ધિ અંશમાત્ર રૂપે અનાવૃત (પ્રગટ) થાય છે. તે પ્રાપ્ત દર્શનલબ્ધિને આવૃત કરવાનું કામ નિદ્રાપંચક કરે છે. આ નિદ્રાપંચક પ્રાપ્ત થયેલી આંશિક દર્શનલબ્ધિને સર્વથા ઢાંકે છે માટે સર્વઘાતી કહેવાય છે. સર્વધાતી શબ્દના બે રીતે અર્થો થાય છે
સર્વ દુન્નતિ સર્વથાતિને'' આ વ્યાખ્યા કેવલજ્ઞાનાવરણીય અને કેવલદર્શનાવરણીયમાં લાગુ પડે છે. અને (અંશHfv) સર્વથા દત્તીતિ સર્વપતિની આ વ્યાખ્યા નિદ્રાપંચકમાં લાગે છે. પ્રથમ વ્યાખ્યામાં સર્વ શબ્દ કર્મ છે અને બીજી વ્યાખ્યામાં સર્વથા ક્રિયાવિશેષણ છે. નિદ્રાપંચક વડ આવાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org