________________
પાંચમો કર્મગ્રંથ
ઉત્તર
આ બે આવારક કર્મો જીવના જ્ઞાનગુણને સર્વથા આવૃત કરવા સમર્થ જ છે. તેથી સર્વઘાતી જ છે. પરંતુ જીવનો સ્વભાવ એવો છે કે પોતાનો જ્ઞાનગુણ સર્વથા આવૃત થાય જ નહીં. તેથી અક્ષરનો અનંતમો ભાગ સર્વે જીવોને નિત્ય ઉઘાડો (અનાવૃત) જ રહે છે.
ગાથા : ૧૩-૧૪
=
પ્રશ્ન
જો જ્ઞાનગુણ સર્વથા ન ઢંકાય તો આ બે કર્મોને સર્વઘાતી કેમ કહેવાય ?
-
ઉત્તર જેમ અતિશય ગાઢ મેઘઘટા દ્વારા સૂર્ય-ચંદ્રની પ્રભા લગભગ ઘણી ખરી આવૃત થઈ ગઈ હોય, ચારે તરફ અંધકારનાં પટલો છવાયાં હોય, તો પણ અમાવાસ્યાની મધ્યરાત્રિ સમાન અંધકાર થતો જ નથી. અન્યથા દિવસ-રાત્રિનો ભેદ જ સંસારમાં ન
રહે. તેથી યત્કિંચિત્ પ્રભા અનાવૃત રહે જ છે. જેના લીધે દિવસરાત્રિના ભેદનો વ્યવહાર થાય છે. આમ હોવા છતાં પણ સૂર્ય ચંદ્રનો પ્રકાશ સર્વથા ઢંકાઈ ગયો” એવી જ વચનરચના જગતમાં પ્રવર્તે છે. તથા સર્વ લોકોને અનુભવ પણ તેવો જ થાય છે. તેવી જ રીતે જ્ઞાન અને દર્શન આ બન્ને ગુણોનો અનન્તમો ભાગ જીવના સ્વભાવે જ અનાવૃત હોવા છતાં પણ બહુ ઘણો ભાગ આવૃત થઈ જતો હોવાથી “સર્વથા ઘાત થઈ ગયો” એમ જ કહેવાય છે. તેથી આ બે કર્મો સર્વઘાતી કહેવાય છે.
Jain Education International
૫૧
=
સારાંશ કે આ બન્ને આવાક કર્મો સર્વઘાતી હોવાથી સર્વથા આવૃત કરવા સમર્થ હોવા છતાં જીવના પોતાના સ્વભાવના કારણે આ બે ગુણો સર્વથા આવૃત થતા નથી. અક્ષરનો અનંતમો ભાગ અનાવૃત જ રહે છે.
તથા જેમ સૂર્ય-ચંદ્રની મૂળ પ્રભાને મેઘઘટા આવૃત કરે છે. અને જગત્સ્વભાવે તેની અનાવૃત રહેલી યત્કિંચિત્ પ્રભાને કટ-કુટ્યાદિ
For Private & Personal Use Only
www.jainelibrary.org