________________
પાંચમો કર્મગ્રંથ
દર્શનલબ્ધિ જો કે અંશમાત્ર રૂપ છે. પરંતુ તે અંશમાત્રને આ પંચક સર્વથા આવૃત કરે છે તેથી સર્વઘાતી છે એટલે જ નિદ્રાકાળે દેખવાની, સાંભળવાની, સુંઘવાની કે સ્વાદ માણવા આદિની શક્તિઓ કામ કરતી નથી.
૫૪
પ્રશ્ન = જો આ રીતે નિદ્રાપંચક સર્વઘાતી હોવાથી અનાવૃત એવી આંશિક દર્શનલબ્ધિને સર્વથા હણતી હોય તો તે કાળે જીવની ચેતના સર્વથા નષ્ટ થવાથી જીવ અજીવ જ થઈ જાય અને અક્ષરનો અનંતમો ભાગ નિત્ય ઉઘાડો હોય છે. એ પાઠની સાથે પણ વિરોધ આવશે. ઉત્તર આ નિદ્રાપંચક પ્રાપ્ત થયેલી એવી આંશિક દર્શનલબ્ધિની આવારક છે. ઘાતક નથી તેથી નિદ્રાકાળે દર્શનલબ્ધિ આવૃત થઈ જાય છે. કામ આપતી નથી. પરંતુ નાશ પામી જાય છે એવો અર્થ નથી. તેથી જ નિદ્રા દૂર થતાંની સાથે પૂર્વે પ્રાપ્ત કરેલો ક્ષયોપશમ (બોધ) પ્રગટ દેખાય જ છે. દેખવાની, સાંભળવાની વગેરે શક્તિઓ નિદ્રાના પૂર્વકાળે જેવી હતી તેવી જ તે શક્તિઓ નિદ્રાના ત્યાગ પછીના કાળે પણ અનુભવાય જ છે. જો નિદ્રાપંચક આ દર્શનશક્તિનો ઘાત (નાશ) કરતી હોત તો નિદ્રાત્યાગ કર્યા બાદ આ દર્શનશક્તિઓ પુનઃ પ્રાપ્ત કરવી પડે. પરંતુ એવું બનતું નથી. માટે અહીં નિદ્રાપંચક આંશિક દર્શનલબ્ધિને સર્વથા આવૃત કરે છે એવો અર્થ જાણવો. પરંતુ નાશ કરે છે. એવો અર્થ ન કરવો.
*
પ્રશ્નઃ જો નિદ્રાપંચકથી દર્શનલબ્ધિ સર્વથા આવૃત કરાતી હોય અને તેથી તે સર્વઘાતી કહેવાતી હોય તો નિદ્રાકાળે સ્વપ્નાદિ જે આવે છે. તથા પૂર્વકાળની જાગૃતાવસ્થાના ભાવોનું સ્મરણ જે થાય છે. તથા તેવા ભાવોનો જે ભ્રમ થાય છે. તે બધું કેમ ઘટશે? કારણ કે તે પણ એક પ્રકારની ચેતના જ છે કે જે આવૃત થઈ શકી નથી.
Jain Education International
ગાથા : ૧૩-૧૪
ઉત્તર - યત્પુન: સ્વાાવસ્થાયામપિ િિવદ્વૈતવૃતિ, તંત્ર ધારાધારી निदर्शनं वाच्यम् સ્વોપજ્ઞ ટીકામાં ઉપરોક્ત પાઠ છે. ત્યાં કહ્યું છે કે નિદ્રાવસ્થામાં પણ યત્કિંચિત્ જે બોધ (સ્વપ્નાદિ સ્વરૂપ) પ્રવર્તે છે
=
For Private & Personal Use Only
www.jainelibrary.org