________________
૬૪
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૧૩-૧૪
સમજાવ્યું. સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયનો બંધ ન હોવાથી ગણી નથી. પરંતુ ઉદયને આશ્રયી સમ્યકત્વમોહનીય દેશઘાતી છે. તેથી સમ્યકત્વને અટકાવી શકતી નથી પરંતુ શંકા-કાંક્ષા આદિ અતિચારોત્પાદક બને છે. અને મિશ્રમોહનીય સર્વઘાતી છે. તે સમ્યકત્વની પ્રતિબંધક છે.
હવે ૭૫ અઘાતી પ્રકૃતિઓ સમજાવાય છે. વેદનીયની ૨, આયુષ્યકર્મની ૪, નામકર્મની ૬૭, અને ગોત્રકર્મની ૨, એમ ચાર મૂલકર્મોની ૭૫ પ્રકૃતિઓ અઘાતી છે. પત્તેય = પરાઘાતાદિ આઠ પ્રત્યેકની, તળુદ્ર = શરીરાદિ ત્રીજી ગાથામાં કહ્યા પ્રમાણે આઠ, એટલે કે શરીર ૫, અંગોપાંગ ૩, સંસ્થાન ૬, સંઘયણ ૬, જાતિ પ, ગતિ ૪, વિહાયોગતિ ૨, આનુપૂર્વી ૪, એમ કુલ શરીરાષ્ટકની ૩૫, મીઝ આયુષ્યની ૪, તસવીસા = ત્રસદશક અને સ્થાવરદશક, નોયડુ = ત્રીજી ગાથામાં કહ્યાં પ્રમાણે ગોત્રદ્ધિક અને વેદનીયદ્રિક, કુલ ૪, તથા વર્ણચતુષ્ક આ પ્રમાણે ચાર અઘાતી કર્મોની કુલ પ્રકૃતિઓ ૮+૩+૪+૨૦+૪+૪=૭૫ અઘાતી છે. આ પ્રકૃતિઓ જો કે અઘાતી છે એટલે આત્મગુણોનો સ્વતંત્રપણે ઘાત કરતી નથી. પરંતુ ચોરોની સાથે રહેતો શાહુકાર પણ સંસારમાં ચોર જ કહેવાય છે. તેમ આ ૭૫ પ્રકૃતિઓ ઘાતીની સાથે ભળી છતી ઘાતીની તુલ્ય જ કહેવાય છે, જેમ કે ભરતક્ષેત્રના આ કાળના માનવીનું તથા મહાવિદેહક્ષેત્રમાં છદ્મસ્થ અવસ્થામાં રહેનારા માનવીને (૧) મનુષ્યાયુષ્ય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકશરીર, ઔદારિક, અંગોપાંગ, સંઘયણ, સંસ્થાન અને ઉચ્ચગોત્ર આદિ અઘાતી કર્મ પ્રકૃતિઓ જો કે અઘાતી જ છે. છતાં કેવળજ્ઞાન અને કેવળદર્શન આદિ ક્ષાયિકભાવના ગુણો ન પ્રગટે તેવા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયાદિ કર્મોના ઉદયકાળે આ અઘાતી પ્રકૃતિઓ ઉદયમાં વર્તે છે. એટલે આ અઘાતીનો ઉદય પણ કેવળજ્ઞાનાવરણીય અને કેવળદર્શનાવરણીયાદિના ઉદયને મદદગાર થયો છતો “સર્વઘાતી” તુલ્ય જ ગણાય છે. તે ૧૩-૧૪ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org