________________
પD
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૧૩-૧૪
ગાથાર્થ- કેવલદ્ધિક ઉપરનું આવરણ, પાંચનિદ્રા, પ્રથમના બાર કષાયો, અને મિથ્યાત્વમોહનીય એમ કુલ ૨૦ પ્રકૃતિઓ સર્વઘાતી છે. ચાર જ્ઞાનાવરણીય, ત્રણ દર્શનાવરણીય, સંજવલન ચાર કષાય, નવ નોકષાય, પાંચ અંતરાય એમ પચ્ચીસ પ્રવૃતિઓ દેશઘાતી જાણવી. હવે અઘાતી પ્રકૃતિઓ કહે છે-આઠ પ્રત્યેક પ્રકૃતિઓ, શરીર અષ્ટકની પાંત્રીસ પ્રકૃતિઓ, ચાર આયુષ્ય, ત્રસાદિ વીસ પ્રકૃતિઓ, ગોત્ર અને વેદનીયનું દ્વિક, અને વર્ણાદિ ચાર એમ ૭૫ અઘાતિ પ્રકૃતિઓ છે.
- વિવેચન-કેવલજ્ઞાનાવરણીય, કેવલદર્શનાવરણીય, પાંચનિદ્રા, પ્રથમના ૧૨ કષાય અને મિથ્યાત્વમોહનીય આ ૨૦ પ્રકૃતિઓ સર્વઘાતી છે. અને ચાર જ્ઞાનાવરણીય, ત્રણ દર્શનાવરણીય, સંજ્વલન ચાર કષાયો, નવ નોકષાય, અને પાંચ અંતરાય, એમ ૨૫ દેશઘાતી પ્રકૃતિઓ છે. સ્વાવાર્થ અને સર્વથા દન્તીતિ સર્વથાતિના પોતાનાથી આવાર્ય ગુણનો જે સર્વથા ઘાત કરે તે સર્વઘાતી પ્રકૃતિ કહેવાય છે. કેવલજ્ઞાનાવરણીય અને કેવલદર્શનાવરણીય કર્મોનો આવાર્ય ગુણ અનુક્રમે કેવલજ્ઞાન અને કેવલદર્શન છે. તે બન્ને ગુણો આ બન્ને કર્મો વડે સર્વથા ઘાત કરાય છે. માટે આ બે કર્મો સર્વઘાતી છે. જ્યાં સુધી આ બન્ને કર્મોનો ઉદય (બારમા ગુણઠાણા સુધી) ચાલે છે. ત્યાં સુધી આ બન્ને ગુણો જીવમાં અંશથી પણ પ્રગટ થતા નથી. સર્વથા ઉદય અટકવાથી તેરમા ગુણસ્થાનકે જ પ્રગટ થાય છે. આ પ્રશ્ન - શાસ્ત્રોમાં તો સર્વ જીવોને અક્ષરનો (જ્ઞાનનો) અનંતમો ભાગ નિત્ય ઉઘાડો (અનાવૃત) જ કહેલો છે. કહ્યું છે કે “સબ્રીવાઇ fપ વે સ્વરસ તો મારો નિવૃધડિયો વિકૃત્તિ” જો આ અનંતમો ભાગ પણ આવૃત થઈ જાય તો ચૈતન્ય સર્વથા આવૃત થઈ જવાથી આ જીવ અજીવપણાને પામે, પરંતુ આવું બનતું નથી. તેથી આ બે આવરણીય કર્મો પણ સર્વથા આવારક ન બનવાથી સર્વઘાતી કેમ કહેવાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org