________________
૩૦
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૭
તેથી અધ્રુવોદયી કહ્યા છે. છઠ્ઠા કર્મગ્રંથમાં ચોવીશી ભાંગાઓમાં આ રીતે જ ઉદયભાંગા કહ્યા છે. બીજું અનંતાનુબંધી ક્રોધનો ઉદય હોય ત્યારે અપ્રત્યાખ્યાનાદિ શેષ ત્રણ ક્રોધનો ઉદય તેની સાથે અવશ્ય હોય જ છે. તેથી અનંતાનુબંધીના ઉદયકાળ પહેલા-બીજા ગુણઠાણે જેમ “સમ્યકત્વપ્રાપ્તિ” રૂપ કાર્ય થતું નથી. તેમ દેશવિરતિ, સર્વવિરતિ અને યથાખ્યાતચારિત્રની પ્રાપ્તિ રૂપ કાર્ય પણ થતું નથી. આ પ્રમાણે ચારે ગુણોની અપ્રાપ્તિરૂપ કાર્ય હોવાથી તેના કારણપણે તે તે કષાયોનો ઉદય પણ પ્રતિબંધકરૂપે ત્યાં પહેલે- બીજે ગુણઠાણે અવશ્ય હોય જ છે. એમ માનાદિમાં પણ ચાર માન, ચાર માયા, અને ચાર લોભ સાથે જ ઉદયમાં હોય છે. પરંતુ ક્રોધ, માન, માયા, લોભ સાથે ન હોવાથી અધુવોદયી છે. ભય પણ ક્યારેક હોય છે તો
ક્યારેક જીવ નિર્ભય પણ હોય છે તથા જુગુપ્સા એટલે ધૃણા (તિરસ્કારવાળી બુદ્ધિો પણ કયારેક હોય છે. ક્યારેક હોતી નથી. માટે આ ૧૮ પ્રકૃતિઓ અધુવોદયી છે.
પ્રશ્ન- ક્રોધ, માન, માયા અને લોભ આ ચારે કષાયો સાથે ઉદયમાં ન હોય એમ કહ્યું, પણ સાથે હોય એવું લાગે છે. કારણ કે ક્રોધકાળે માન-માયાદિ ચાલુ જ હોય એવો અનુભવ થાય છે.
ઉત્તર- કમળપત્રના રાશિને વિંધતાં તેમાંનાં એક-એક કમળપત્ર ક્રમશઃ વિંધાતાં હોવા છતાં એક સાથે વિંધાયાની જેમ ભ્રમ થાય છે. તેમ ક્રોધાદિનો ઉદય બહુ ઝડપથી પરાવર્તન પામતો હોવાથી એક સાથે ઉદય હોય તેવો ભ્રમ થાય છે. પરંતુ એક સાથે ઉદય હોતો નથી. તેથી અધુવોદયી છે.
નિદ્રાપંચકમાં જ્યારે સુખે જગાય તેવી નિદ્રા હોય છે ત્યારે દુઃખે જાગૃત થવાય તેવી નિદ્રાનિદ્રા આદિ બીજી નિદ્રાઓ ઉદયમાં હોતી નથી. તેવી રીતે બીજી આદિ નિદ્રાના ઉદયકાળે શેષનિદ્રાઓ સંભવતી નથી. તથા દિવસે પ્રાયઃ નિદ્રા ઉદયમાં ન આવતી હોવાથી અને આવે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org