________________
ગાથા : ૧૦
પાંચમો કર્મગ્રંથ
3
પરિણામ સમ્યગ્દષ્ટિ જીવોને જ હોય છે. છતાં સર્વે સમ્યગ્દષ્ટિ જીવોને આવો પ્રશસ્ત રાગાત્મક પરિણામ સંભવતો નથી. તેથી સમ્યત્વ હોવા છતાંય કોઇને જિનનામ બંધાય પણ છે અને કોઇકને નથી પણ બંધાતું. તેથી સત્તામાં પણ વૈકલ્પિક સત્તા થવાથી અધુવસત્તા છે. તથા વાસ્તવિક રીતિએ તો અનાદિ મિથ્યાત્વી જીવને આ જિનનામ સત્તામાં છે જ નહીં માટે અધુવસત્તા કહી છે.
(૬) આહારકસપ્તક=અહીં પણ આત્માની નિર્મળ શુદ્ધદશા સ્વરૂપ આત્મગુણો ઉપરનો રાગાત્મક “પ્રશસ્તપરિણામ” બંધહેતુ છે. તે સંયમ આવે તો જ આવે છે. અન્યથા હોતો નથી. પરંતુ સંયમ આવવા છતાં પણ ગુણો સંબંધી આવો પ્રશસ્ત રાગ કોઈક જીવોને જ આવે છે તેથી કોઇક જીવોને જ આહારકદ્ધિક બંધાય છે. સર્વે સંયમી જીવોને ગુણો ઉપરનો આવો પ્રશસ્ત રાગ આવતો ન હોવાથી તેવા જીવોને બંધાતું નથી. માટે અધુવસત્તાક છે. તથા વાસ્તવિક રીતિએ અનાદિ મિથ્યાત્વીને તો બંધનો જ અભાવ હોવાથી સત્તા નથી. આથી અધુવસત્તાક કહ્યું છે.
આ પ્રમાણે ૨+૩+૧૧+૪+૧+૭=૨૮ પ્રકૃતિઓની અધ્રુવસત્તા સમજાવી. | ૯ ||
સામાન્યથી ૨૮ની અધૃવસત્તા સમજાવીને હવે ગુણસ્થાનકને આશ્રયી કેટલીક પ્રકૃતિઓની ધ્રુવ-અધ્રુવસત્તા સમજાવે છેपढमतिगुणेसु मिच्छं, नियमा अजयाइअट्ठगे भजं । सासाणे खलु सम्मं, संतं मिच्छाइदसगे वा ॥ १०॥ (प्रथमत्रिगुणेषु मिथ्यात्वं, नियमादयताद्यष्टसु भाज्यम् ।। सास्वादने खलु सम्यक्त्वं, सद् मिथ्यात्वादिदशसु वा) ॥१०॥
પઢમ= પ્રથમનાં, તિગુરુ= ત્રણ ગુણસ્થાનકોમાં, મિó= મિથ્યાત્વ મોહનીય, નિયમ= અવશ્ય સત્તામાં હોય જ છે. ગયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org