________________
૪૦
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૧૦
અવિરતિ આદિ મટ્ટ= આઠ ગુણસ્થાનકોમાં મi= ભજનાએ હોય છે. સાસરે= સાસ્વાદને વૈr= અવ્યય હોવાથી અવશ્ય, સ= સમ્યકત્વમોહનીય, સંતંત્ર સત્તા-વિદ્યમાન હોય છે. મિચ્છાને= મિથ્યાત્વાદિ દશમાં, વા= વિકલ્પ સત્તા હોય છે. ૧૦
ગાથાર્થ-મિથ્યાત્વમોહનીયકર્મની પ્રથમનાં ત્રણ ગુણસ્થાનકોમાં નિયમા સત્તા હોય છે. અને અવિરતિ આદિ આઠ ગુણસ્થાનકોમાં વિકલ્પ સત્તા હોય છે. સમ્યકત્વમોહનીયકર્મની સાસ્વાદને નિયમો સત્તા હોય છે અને મિથ્યાત્વાદિ બાકીનાં દશ ગુણસ્થાનકોમાં વિકલ્પ સત્તા હોય છે. ૧૦
વિવેચન–મિથ્યાત્વમોહનીય કર્મની પ્રથમનાં ત્રણ ગુણસ્થાનકોમાં અવશ્ય સત્તા હોય છે. કારણ કે મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે તો મિથ્યાત્વમોહનીય ધ્રુવબંધી હોવાથી અવશ્ય સતત બંધાય જ છે, તેથી સત્તામાં પણ સતત છે જ. સાસ્વાદને ઉપશમસમ્યકત્વથી પડીને આવનારો જીવ જ હોય છે અને તેણે દર્શનત્રિક ઉપશમાવેલાં હોવાથી મોહનીયની નિયમા ૨૮ની જ સત્તા હોય છે, તેથી મિથ્યાત્વમોહનીય અવશ્ય સત્તામાં છે. તથા મિશ્રદષ્ટિગુણસ્થાનકે પણ મિથ્યાત્વમોહનીયની અવશ્ય સત્તા છે. કારણ કે ઉપશમસમ્યક્ત કે ક્ષયોપશમસમ્યકત્વ પામેલા જીવોને મિશ્રપુજનો ઉદય થતાં મોહનીયકર્મની ૨૮ અથવા ૨૪ની સત્તા હોતે છતે તે જીવો ત્રીજે ગુણઠાણે જાય છે. ત્યારે તેને ૨૮માં અને ૨૪માં એમ બંન્નેમાં મિથ્યાત્વમોહનીય નિયમાં સત્તામાં હોય જ છે. તેથી ચોથા ગુણઠાણાથી પડીને જે જીવો ત્રીજે ગુણઠાણે જાય છે તેને મિથ્યાત્વ નિયમાં સત્તામાં છે જ. તથા ચોથા ગુણઠાણાથી પડીને જે જીવો પહેલા ગુણઠાણે જાય છે. તેઓને પહેલા ગુણઠાણાની પ્રાપ્તિ થાય ત્યારથી જ આરંભીને સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયની ઉદ્દલના શરૂ થાય છે તે બન્નેની ઉવલના ચાલુ હોય તે દરમ્યાન મિશ્રપુજનો ઉદય થવાનો સંભવ હોવાના કારણે પહેલેથી પણ જીવ ત્રીજે ગુણઠાણે જઈ શકે છે ત્યારે ૨૮ની સત્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org