________________
૪૬
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૧૨
(आहारकसप्तकं वा सर्वगुणेषु द्वितीयतृतीयगुणौ विना तीर्थं । नोभयसत्तायां मिथ्यादृष्टिः, अन्तर्मुहूर्तं भवेत्तीर्थे) ॥१२॥
માદાર સત્તાંક આહારકસતક, વ= વિકલ્પ, સળંગુ = સર્વગુણસ્થાનકોમાં, વિતિને= બીજા-ત્રીજા ગુણઠાણા, વિUT= વિના, તિર્થં= તીર્થંકરનામકર્મ, ર= સત્તામાં હોતું નથી, સમયસર બની સત્તા હોતે છતે, મિચ્છો= મિથ્યાષ્ટિ, સંતમુહુરં= અંતર્મુહૂર્ત માત્ર, મક હોય છે. તિત્યેક તીર્થકર નામકર્મ હોતે છતે. ૧૨
ગાથાર્થ–સર્વ ગુણઠાણાઓમાં આહારકસપ્તકની સત્તા વિકલ્પ હોય છે. બીજા-ત્રીજા ગુણઠાણા વિના સર્વ ગુણઠાણાઓમાં તીર્થકર નામકર્મ વિકલ્પ સત્તામાં હોય છે. અને બન્નેની સત્તા હોતે છતે જીવ મિથ્યાષ્ટિ થતો નથી. તથા જિનનામની સત્તા હોતે છતે અંતર્મુહૂર્ત માત્ર મિથ્યાદષ્ટિ થાય છે. ||૧૨||
વિવેચન–અહીં સત્તા અધિકાર હોવાથી ૧૫૮ ભેદોને અનુસાર આહારક સપ્તક સમજવું. જે આત્માઓ અપ્રમત્તગુણઠાણે અને અપૂર્વકરણના છઠ્ઠા ભાગ સુધી જઈને સરાગસંયમ દ્વારા આહારસમક બાંધીને ઉપશમ અથવા ક્ષપકશ્રેણી કરે છે. તેને ચૌદમા ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે. અને નીચે પડીને મિથ્યાત્વે જાય તો તેને મિથ્યાત્વ સુધીનાં સર્વ ગુણઠાણાઓમાં સત્તા હોઈ શકે છે. પરંતુ અપ્રમત્ત અને અપૂવકરણે જવા છતાં જે આત્માઓ આહારકસપ્તક બાંધતા નથી તેવા જીવો ત્યાંથી ઉપર શ્રેણી કરે કે નીચે મિથ્યાત્વ સુધી આવે, ત્યારે તેઓને સત્તામાં હોતું નથી. આ પ્રમાણે સર્વ ગુણઠાણે આહારકની સત્તા વૈકલ્પિક જાણવી. આહારકસતક બાંધીને તથા બાંધ્યા વિના ઉપર ચૌદમા સુધી અને નીચે પહેલા સુધી જીવ જઈ શકે છે.
બીજા-ત્રીજા ગુણઠાણા વિના બાકીનાં ૧૨ ગુણઠાણાઓમાં જિનનામકર્મની અધુવસત્તા જાણવી (અને બીજે-ત્રીજે અસત્તા જાણવી.) અહીં અવિરતસમ્યગ્દષ્ટિથી અપૂર્વકરણના છઠ્ઠા ભાગ સુધીમાં આવેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org