________________
પાંચમો કર્મગ્રંથ
ન હોય, તથા ક્ષયોપશમવાળાને ૪થી૭માં ૨૮-૨૪-૨૩ની સત્તાવાળાને મિશ્રમોહનીય સત્તામાં હોય અને ૨૨ની સત્તાવાળાને ન હોય. એમ શેષ સર્વત્ર વૈકલ્પિક સત્તા સમજવી.
૪૪
આપો ગળ નિયમા પ્રથમનાં બે ગુણસ્થાનકોમાં અનંતાનુબંધી ચાર કષાયની સત્તા અવશ્ય હોય છે. કારણ કે અનંતાનુબંધી કષાય ધ્રુવબંધી છે. અને બે ગુણઠાણાં સુધી બંધાય જ છે. તેથી ત્યાં અવશ્ય બંધ છે જ. બંધ થયે છતે સત્તા અવશ્ય હોય જ છે. માટે પ્રથમનાં બે ગુણઠાણામાં અવશ્ય ધ્રુવસત્તા છે.
ગાથા : ૧૧
પ્રશ્ન-ચોથા આદિ ગુણસ્થાનકોમાં જઇને અનંતાનુબંધી ચારકષાયોની વિસંયોજના કરીને ૨૪ની સત્તાવાળો થયો છતો પડીને જે પહેલે ગુણઠાણે આવે છે. તેવા જીવને ૨૪ની સત્તા હોવાથી અનંતાનુબંધીની સત્તા છે જ નહીં. તો પહેલા ગુણઠાણે ધ્રુવસત્તા કેમ કહો છો?
ઉત્તર-જ્યારે જીવ ચોથા આદિ ગુણઠાણામાં હતો ત્યારે સત્તા નથી. પરંતુ પડીને જ્યારે પહેલે આવે છે ત્યારે પ્રથમ સમયથી અનંતાનુબંધી નિયમા બંધાય જ છે. અને બંધ થતે છતે પુનઃ સત્તા શરૂ થાય છે. માટે પહેલા ગુણઠાણે ધ્રુવસત્તા છે. ફક્ત મિથ્યાત્વે એક આવલિકા સુધી ઉદય હોતો નથી. નવા બંધાયેલા અનંતાનુબંધી કષાયનો અંતર્મુહૂર્તકાળ અબાધાકાળ હોવા છતાં પણ બીજા કષાયોના સંક્રમથી થયેલા અનંતાનુબંધીનો એક આવલિકા પછી ઉદય શરૂ થાય છે. માટે પ્રથમ આવલિકામાં ઉદય નથી. પરંતુ સત્તા અવશ્ય છે જ.
*
મળ્યા મીસારૂ નવñમિ=મિશ્રાદિ નવ ગુણસ્થાનકોમાં અનંતાનુબંધીની વિકલ્પે સત્તા હોય છે. વિસંયોજિત અનંતાનુબંધીવાળા (૨૪ની સત્તા યુક્ત) ચોથા ગુણસ્થાનકથી જે ત્રીજે ગુણસ્થાનકે આવે છે. તેને અનંતાનુબંધી સત્તામાં હોતા નથી. પરંતુ ૨૮ની સત્તાવાળા ચોથેથી અને ૨૮-૨૭ની સત્તાવાળા પહેલેથી જે જીવો ત્રીજે આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org