________________
ગાથા : ૮-૯
પાંચમો કર્મગ્રંથ
- ૩૫
હોવાથી તથા વર્ણાદિ ૨૦, તૈજસ-કાશ્મણ સપ્તક અને ૪૧ ધ્રુવબંધી સતત બંધાતી હોવાથી તથા ત્રણ વેદો વારાફરતી નિરંતર બંધાતા હોવાથી અનાદિ મિથ્યાત્વી જીવોને આ સર્વે પ્રકૃત્તિઓની સત્તા સંભવતી હોવાથી ઉપરોક્ત ૪૭+૪૧+૩= કુલ ૯૧ પ્રકૃતિઓ મિથ્યાત્વગુણઠાણે નિરંતર સત્તામાં હોય જ છે..
“માપિતિ' એટલે આકૃતિત્રિક તનુવંશિફસંથથા નાટ્ટ (ગાથા-૩માં) કહ્યા પ્રમાણે આકૃતિ (સંસ્થાન) ૬, સંઘયણ ૬, અને જાતિ ૫, એમ ૧૭ પ્રકૃતિઓ, સાતા-અસાતા બે વેદનીય, હાસ્ય-રતિ અરતિ-શોક, એમ બે યુગલની ૪ પ્રકૃતિ, ઔદારિકસપ્તક, ઉચ્છવાસ ચતુષ્ક (આ જ કર્મગ્રંથની ગાથા ૩માં કહેલા ક્રમ પ્રમાણે ઉચ્છવાસ, ઉદ્યોત, આતપ અને પરાઘાત), વિહાયોગતિદ્ધિક, તિર્યચદ્ધિક, અને નીચગોત્ર એમ કુલ ૨૦+૨૦+૭+૪૧+૩+૧૭+૨+૪+૭+૪+૨+૨+૧=૧૩) પ્રકૃતિઓ સમ્યકત્વાદિ વિશિષ્ટ ગુણ ન પામેલા અનાદિમિથ્યાત્વી જીવોને સતત નિરંતર સત્તામાં હોય જ છે. તેથી ધ્રુવસત્તાક કહેલી છે.
આ બધી પ્રવૃતિઓ વારાફરતી બંધાતી જ હોય છે. અને જઘન્યથી પણ અતઃકોડાકોડી વગેરેની સ્થિતિ બંધાતી હોવાથી બાંધેલી તે તે પ્રકૃતિઓની સત્તા અવશ્ય સંભવે છે. ત્યાં ધ્રુવબંધી તો નિરંતર બંધાતી જ છે. અને અધુવબંધી નિરંતર ન બંધાતી હોવા છતાં પૂર્વાપર કાળમાં બાંધેલી કોડાકોડીસાગરોપમ કાળ પ્રમાણ સ્થિતિવાળી હોવાથી નિરંતર સત્તામાં સંભવે છે. ફક્ત હવે કહેવાતી ૨૮ પ્રકૃતિઓની સત્તા ક્યારેક હોય છે અને ક્યારેક હોતી નથી. તેનું કારણ જાણવા જેવું છે તે આ પ્રમાણે છે૨૮ અધ્રુવસત્તાનું નિરૂપણ
(૧) સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય= આ બે પ્રકૃતિઓ બંધાતી જ નથી. જ્યારે જીવ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે, ત્યારે તે ગુણના પ્રતાપે સત્તામાં રહેલી મિથ્યાત્વમોહનીયનો રસઘાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org