________________
૩૬
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૮-૯
કરીને રૂપાન્તર કરવા દ્વારા આ બે પ્રકૃતિની સત્તા શરૂ થાય છે. તેથી અનાદિ મિથ્યાત્વીને જે અવશ્ય સત્તામાં હોય તે ધ્રુવસત્તા એ વ્યાખ્યા લાગુ ન પડતી હોવાથી અધુવસત્તા કહી છે. વળી સમ્યત્વ પામેલા જીવોમાં પણ ઔપશમિક અને ક્ષાયોપથમિક સમ્યકત્વીને જ સત્તામાં હોય છે. પરંતુ ક્ષાયિકસમ્યકત્વવાળાને સાતનો ક્ષય થયેલ હોવાથી સત્તા હોતી નથી. તથા સમ્યકત્વ પામીને પડીને પહેલા ગુણઠાણે આવનારા જીવને સત્તા હોય છે. પરંતુ પ્રથમસમયથી આ બન્ને પ્રકૃતિઓનો ઉવલના સંક્રમ શરૂ થાય છે. તેથી પુનઃ મિથ્યાત્વસ્વરૂપે રૂપાન્તર થાય છે. પલ્યોપમના એક અસંખ્યાતમાં ભાગ કાળે સભ્યત્વમોહનીય સર્વથા મિથ્યાત્વમાં રૂપાન્તર થવાથી હવે તેની સત્તા હોતી નથી. તથા પલ્યોપમના બે અસંખ્યાતમા ભાગે મિશ્રમોહનીય પણ સર્વથા મિથ્યાત્વમાં રૂપાન્તર થવાથી તેની સત્તા પણ હોતી નથી. આ રીતે આ બન્ને પ્રકૃતિઓ અધુવસત્તા છે.
અધુવસત્તાનું વાસ્તવિક કારણ તો એ છે કે અનાદિ મિથ્યાત્વીને આ બે પ્રકૃતિ સત્તામાં છે જ નહીં.
(મનુષ્યદ્ધિક અને ઉચ્ચ ગોત્ર = આ ત્રણે પ્રકૃતિઓ અનાદિમિથ્યાત્વી જીવોને નિગોદાદિથી ચઉરિન્દ્રિયના ભવ સુધીમાં તિર્યંચદ્ધિક તથા નીચગોત્રની સાથે, અને પંચેન્દ્રિયના ભવમાં ચારે ગતિ નામકર્મ અને આનુપૂર્વી નામકર્મના ચારયુગલ તથા નીચગોત્રની સાથે પરાવર્ત પરાવર્તે બંધાતી હોવાથી સત્તા અવશ્ય હોય છે. પરંતુ તેઉકાય-વાઉકાયમાં ગયેલા જીવોને આ ત્રણે પ્રકૃતિઓની પોતાના ભવના નિમિત્તે અવશ્ય ઉદ્દલના થતી હોવાથી તિર્યંચદ્ધિક અને નીચગોત્રમાં રૂપાન્તર કરીને પલ્યોપમનો એક અસંખ્યાતમો ભાગ કાળ ગયે છતે ઉચ્ચગોત્રની અને પલ્યોપમનો અસંખ્યાતમો બીજો ભાગ ગયે છતે મનુષ્યદ્વિકની સત્તા સર્વથા નષ્ટ થાય છે. આવા જીવને તેઉકાય-વાઉકાયમાં રહે ત્યાં સુધી અને ત્યાંથી નીકળીને પૃથ્વીકાયાદિ નવ દંડકમાં જાય ત્યાં પણ શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org