________________
૩૪
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૮-૯ વિવેચન-સમ્યકત્વાદિ વિશિષ્ટગુણ ન પામેલા અનાદિમિથ્યાત્વી જીવોમાં ૧૩૦ની નિરન્તર સત્તા હોય છે અને શેષ ૨૮ પ્રકૃતિઓની સત્તા અનાદિ મિથ્યાત્વી જીવોને નિરંતર સત્તામાં હોતી નથી, તેથી ૧૩૦ ધ્રુવસત્તાક છે, અને ૨૮ પ્રકૃતિઓ અધુવસત્તાક છે.
તસવજ્ઞવીસ= આ પદમાં વિંશતિ શબ્દ ત્રસની સાથે અને વર્ણની સાથે જોડવાથી ત્રસાદિ ૨૦ અને વર્ણાદિ ૨૦ પ્રકૃતિઓ સમજવી. એટલે કે ત્રસદશક અને સ્થાવરદશક એમ ત્રસાદિ ૨૦, અને વર્ણ ૫, ગંધ ૨, રસ ૫, અને સ્પર્શ ૮ એમ વર્ણાદિ ૨૦ જાણવી. તૈજસકાર્મણસતક એટલે તૈજસશરીર, કામણ શરીર, તૈજસસંઘાતન, કાર્મસંઘાતન, તૈજસ-તૈજસબંધન, તેજસકાર્પણબંધન અને કાર્મણકામણબંધન આ ગણાવેલી ૨૦+૨૦૧૭=૪૭માં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, તૈજસ અને કાર્મણ એમ ધ્રુવબંધી છ પ્રકૃતિઓ આવી ગયેલી હોવાથી ૪૭ ધ્રુવબંધીમાંથી છ બાદ કરતાં (૪૭૬૦૪૧) બાકીની ૪૧ ધ્રુવબંધીપ્રકૃતિઓ આ સર્વે ધ્રુવસત્તાક જાણવી.
પ્રશ્ન–૪૧ ધ્રુવબંધી પણ ધ્રુવસત્તા છે. અને વર્ણાદિની મૂલ ૬ પણ ધ્રુવસત્તા જ છે. તો આમ ભિન્ન કરવાનું પ્રયોજન શું? અર્થાત્ ૪૭ ધ્રુવબંધી એમ સાથે કેમ ન લખી?
ઉત્તર- ૪૭ ધ્રુવબંધીમાં વર્ણાદિ આવે છે. પરંતુ ત્યાં બંધાધિકાર હોવાથી સર્વકર્મોના ૧૨૦ પ્રમાણે વર્ણાદિના મૂળ ચાર ભેદો જ ગણવાના હોય છે. અને બંધન-સંઘાતન શરીરમાં અંતર્ગત હોવાથી બંધમાં ભિન્નરૂપે ગણાતાં ન હોવાથી તૈજસ-કાશ્મણ એમ બે શરીર જ ગણાય છે. જ્યારે આ સત્તાધિકાર ચાલે છે. તેમાં વર્ણાદિના ૨૦ ઉત્તરભેદો અને બંધનસંઘાતન સાથે તૈજસ-કાશ્મણસપ્તક લેવાનાં છે. સત્તામાં ૧૫૮ પ્રમાણે પ્રકૃતિઓ લેવાય છે. તેથી વર્ણાદિ ચાર અને તૈજસ-કાર્પણ આ ૬ પ્રકૃતિઓ ધ્રુવબંધી હોવા છતાં શેષ ૪૧ ધ્રુવબંધીથી તે ૬ નો ભિન્ન ઉલ્લેખ કર્યો છે. ત્રસદશક અને સ્થાવરદશક વારાફરતી સતત બંધાતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org