________________
ગાથા : ૭
પાંચમો કર્મગ્રંથ
૩૧
પણ અલ્પકાળ માત્ર જ રહેતી હોવાથી અને શેષકાળમાં પણ તેનો ઉદય વિકલ્પ હોવાના કારણે સતત ઉદયવાળી નથી.
ઉપઘાતનો ઉદય પણ ઔદારિકાદિ શરીરમાં અનુચિત અવયવો દ્વારા શરીરની અશોભા અથવા પીડા કરવાનો છે પરંતુ ઔદારિકાદિ શરીરનામકર્મનો ઉદય ન હોય ત્યારે વિગ્રહગતિ આદિમાં ઔદારિકાદિના અભાવે આ કર્મનો ઉદય નથી માટે અધુવોદયી છે.
મિશ્રમોહનીય ત્રીજે ઉદયમાં છે પરંતુ પહેલે-બીજે ઉદયમાં નથી. માટે અધુવોદયી છે.
સમ્યકત્વમોહનીય ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધી ઉદયમાં છે. પહેલા ત્રણ ગુણઠાણે નથી. તથા ચોથાથી સાતમામાં પણ ઔપથમિક અને ક્ષાયિક સમ્યકત્વવાળાને તે સમ્યકત્વ મોહનીયનો ઉદય નથી માટે અધુવોદયી છે. આ પ્રમાણે ૬૯+૧૮+૫+૧+૧+૧=૯૫ પ્રકૃતિઓ અધુવોદયી જાણવી.
પ્રશ્ન-મિથ્યાત્વમોહનીયનો ઉદય કમસ્તવાદિમાં પહેલે ગુણઠાણે કહ્યો છે અને પહેલે ગુણઠાણે સતત ઉદય છે તેથી ધ્રુવોદયી છે તેવી જ રીતે કર્યસ્તવાદિમાં મિશ્રમોહનીયનો ઉદય મિશ્રગુણઠાણે જ કહ્યો છે અને ત્યાં અવશ્ય ઉદય છે જ. તો પછી મિશ્રમોહનીયને પણ મિથ્યાત્વમોહનીયની જેમ જ ધ્રુવોદયી કહેવી જોઇએ. અહીં અછુવોદયી કેમ કહેલ છે?
મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીય આ બન્ને પ્રકૃતિઓનો ઉદય અનુક્રમે પહેલે અને ત્રીજે કહ્યો છે અને ત્યાં સતત ઉદય અવશ્ય છે જ. તેથી મિથ્યાત્વની જેમ મિશ્ર પણ ધ્રુવોદયી જ કહેવું જોઇએ!
ઉત્તર-“જે પ્રકૃતિઓનો ઉદય જે ગુણઠાણે કહ્યો હોય ત્યાં સુધીના તમામ ગુણસ્થાનકોમાં જે નિરંતર ઉદયવાળી હોય તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org