________________
૨૮
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૭
ભાગોની પ્રાપ્તિની અપેક્ષાએ એક સાથે એક જીવને સમકાળે ઉદયમાં હોય છે. એવી જ રીતે નાભિથી ઉપરના અને નાભિથી નીચેના અવયવોની અનુક્રમે શુભતા અને અશુભતા પણ એક જીવમાં એક સાથે જ હોય છે. માટે શુભ-અશુભ નામકર્મને ઉદય પણ પ્રતિપક્ષી નથી પરંતુ સાથે હોઈ શકે છે. તેથી સાથે જ સતત ઉદય હોવાથી ધ્રુવોદયી છે.
પ્રશ્ન-જો આ ચારેક શરીરના જુદા જુદા અવયવોની એટલે કે ભાગોની અપેક્ષાએ એક સાથે ઉદયમાં હોય છે માટે ધ્રુવોદયી છે. તો વિગ્રહગતિમાં શરીર જ જયારે નથી ત્યારે આ ચારેનો ધ્રુવ ઉદય કેમ ઘટશે?
ઉત્તર- વિગ્રહગતિમાં જો કે ઔદારિક કે વૈક્રિયશરીર નથી. તો પણ સ્થિરાદિ ચાર, વર્ણાદિ ચાર, નિર્માણ અને અગુરુલઘુ આ દસે પ્રકૃતિઓ ૬ઠ્ઠી ગાથામાં તથા પંચસંગ્રહાદિ શાસ્ત્રોમાં ધ્રુવોદયી તરીકે કહેલી છે. તેથી અવશ્ય ઉદયમાં ચાલુ જ છે. ફક્ત ઔદારિકાદિ શરીર હોત તો તેમાં ફળવિપાક બતાવત. પરંતુ ઔદારિકાદિ-શરીર નથી એટલે તેમાં ફળવિપાક બતાવતી નથી. જેમ અલોકમાં લોક જેટલા અસંખ્યાત ખંડુક જોનારું અવધિજ્ઞાન ત્યાં રૂપી દ્રવ્યો ન હોવાથી જોવાનું કાર્ય કરતું નથી. પરંતુ તદ્વિષયક અવધિજ્ઞાન નથી એમ નહીં. આપણે અગાસી ઉપરથી આકાશમાં જોઇએ તો આકાશમાં કોઇ પક્ષી કે પ્લેન ઉડતું ન હોય તો ન દેખાય, પરંતુ તેથી ચક્ષુમાં તે જોવાની શક્તિ નથી એમ નહીં તથા વિગ્રહગતિમાં પણ ઔદારિકાદિ સ્થૂલ શરીર નથી. પરંતુ તેજસ-કાશ્મણ રૂપ સૂક્ષ્મશરીર તો છે જ. આ દસે પ્રકૃતિઓ તૈજસ-કાશ્મણશરીર દ્વારા આત્મપ્રદેશોમાં કંઈક સ્થિરતા, કંઈક અસ્થિરતા, કંઈક શુભતા કંઈક અશુભતા ઇત્યાદિ ફળવિપાક વિગ્રહગતિમાં પણ બતાવે જ છે. તેથી ધ્રુવોદયી છે. અને ઉપઘાતનામકર્મ રસોળી, પડજીભી આદિ અનુચિત અવયવો દ્વારા જીવને પીડા કરે છે અને તે અવયવો ઔદારિકાદિ ધૂલ શરીરો હોય તો જ સંભવે છે. માટે અધુવોદયી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org