________________
૨૪
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૫
ધુવંસુ તવઝ મંતિ –ધ્રુવબંધી એવી ૪૭ પ્રકૃતિઓનો બંધ ત્રીજા (સાદિ-અનંત) ભાંગાને વર્જીને બાકીના (૧-૨-૪-) એમ ત્રણ ભાંગાવાળો હોય છે. સુડતાલીસે ધ્રુવબંધી પ્રકૃતિઓ અભવ્ય જીવોને અનાદિકાળથી બંધાય છે. અને પહેલું જ ગુણસ્થાનક સદા રહેવાનું હોવાથી કોઇપણ પ્રકૃતિનો બંધવિચ્છેદ થવાને ન હોવાથી અનંતકાળ સુધી તે બંધ વર્તવાનો જ છે માટે અભવ્યજીવોને આશ્રયી અનાદિ અનંત બંધ હોય છે. ભવ્યજીવોને આ સુડતાલીસનો બંધ અનાદિનો હોવા છતાં તે જીવો ઉપરના ગુણસ્થાનકોમાં કાળાન્તરે ચઢવાના છે. ક્ષપકશ્રેણી આદિ પ્રારંભીને કેવલી થઈ મોક્ષે જવાના છે. અને તે કાળે સુડતાલીસે ધ્રુવબંધી પ્રકૃતિઓનો પોતપોતાનો બંધવિચ્છેદ આવે તેવા ગુણસ્થાનકો ઉપર આરોહણ કરતાં બંધનો અંત પણ આવે જ છે. તેથી અનાદિસાત્ત નામનો બીજો ભાંગો સંભવે છે. તથા જે ભવ્યજીવો ઉપશમશ્રેણી પ્રારંભી અગિયારમા ગુણસ્થાનકે ગયા છે. ત્યાં (અધુવબંધી એવી એક સાતા-વેદનીય માત્રનો જ બંધ હોવાથી) સુડતાલીસે ધ્રુવબંધીનો બંધ વિચ્છેદ થયેલો છે. પરંતુ ઉપશમ શ્રેણીથી પડતાં ૧૦-૯-૮-૭૬ આદિ ગુણસ્થાનકોમાં આવતાં જ્ઞાનાવરણીય આદિ સર્વે ધ્રુવબંધી પ્રકૃતિઓનો બંધ પોતપોતાના ગુણસ્થાનકોથી પુનઃ શરૂ થાય છે. માટે સાદિ, અને એકવાર ઉપશમશ્રેણિ પ્રારંભેલી હોવાથી મિથ્યાત્વે જાય તો પણ દેશોન અધપુગલ પરાવર્તે તો ઉપર આવે જ, અને તે કાળે પોતપોતાના બંધવિચ્છેદવાનાં ગુણસ્થાનકો આવતાં બંધ વિરામ પામે જ, તેથી બંધ સાન્ત પણ છે. આ પ્રમાણે સાદિયાન્ત બંધ થવાથી ધ્રુવબંધી ૪૭ પ્રકૃતિઓમાં અનાદિ અનંત, અનાદિસાન્ત, અને સાદિસાન્ત એમ ત્રણ ભાંગા હોય છે. સુડતાલીસ ધ્રુવબંધી પ્રકૃતિઓમાં મિથ્યાત્વમોહનીયનો બંધવિચ્છેદ પહેલાના ચરમસમયે, થીણદ્વિત્રિક તથા અનંતાનુબંધીનો બીજાના ચરમસમયે, આ પ્રમાણે અપ્રત્યાખ્યાનીયનો ચોથે, પ્રત્યાખ્યાનાવરણનો પાંચમે, નામકર્મની નવ અને ભય-જુગુપ્સાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org