________________
ગાથા : ૫
પાંચમો કર્મગ્રંથ
૨૩
જીવને આશ્રયી ૨૬ પ્રકૃતિનો ઉદય અનાદિ અનન્ત છે. તથા ભવ્યજીવોને આશ્રયી આ ર૬ પ્રકૃતિઓનો ઉદય અનાદિસાન્ત છેકારણ કે આ છવ્વીસે પ્રકૃતિઓનો ઉદય ભવ્યજીવોને પણ અનાદિકાળથી તો છે જ. પરંતુ ભવ્યજીવો ભવ્ય હોવાથી ભવિષ્યમાં મોક્ષે જશે, ત્યારે ક્ષપકશ્રેણી શરૂ કરશે જ. અને ત્યારે બારમે ગુણઠાણે જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૪, અને અંતરાય ૫, એમ ૧૪ પ્રકૃતિઓનો ઉદય અનાદિનો હોવા છતાં વિરામ પામશે. અને તેરમાના અત્તે ૧૨ નામકર્મની પ્રકૃતિઓનો ઉદય વિરામ પામશે. માટે આ ૨૬ ધ્રુવોદયી પ્રકૃતિઓનો ઉદય ભવ્યજીવોને આશ્રયી અનાદિસાન્ત છે. ધ્રુવોદયી પ્રકૃતિઓ કુલ ૨૭ છે. જે આગળની છઠ્ઠી ગાથામાં આવે જ છે. તેમાંથી ર૬નો ઉદય અભવ્યને આશ્રયી-અનાદિ અનંત અને ભવ્યોને આશ્રયી અનાદિ સાત્ત એમ બે ભાંગાવાળો છે. પરંતુ એક મિથ્યાત્વમોહનીયમાં ત્રણ ભાંગા હોય છે. તે આ ગાથાના ત્રીજા પદમાં સમજાવીશું.
મિથ્યાત્વમોહનીય પણ ધ્રુવોદયી જ છે તેથી અભવ્યોને આશ્રયી અનાદિ અનંત, ભવ્યોને આશ્રયી અનાદિસાન એ બે ભાંગા તો પૂર્વની જેમ જ હોય છે. તદુપરાંત સમ્યકત્વ પામીને પડેલા જીવોને આશ્રયી સાદિસાત્ત એવો એક ભાંગો વધારે પણ થાય છે. જેથી કુલ ત્રણ ભાંગા સંભવે છે. કારણ કે મિથ્યાત્વનો ઉદય અનાદિનો હોવા છતાં સમ્યકત્વ પામેલા જીવોમાં સમ્યકત્વકાળે મિથ્યાત્વનો ઉદય અટકી ચૂકેલો છે, તેવા જીવો સમ્યકત્વથી પતિત થાય ત્યારે પુનઃ મિથ્યાત્વનો ઉદય શરૂ થાય છે. તેથી સાદિ કહેવાય છે. અને એકવાર આ જીવ સભ્યત્વ પામેલો હોવાથી કાળાન્તરે (ઉત્કૃષ્ટથી દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળે પણ) અવશ્ય સમ્યકત્વ પામે જ છે. અને તે કાળે મિથ્યાત્વનો ઉદય અવશ્ય અટકે જ છે. તેથી સાદિસાત્ત એમ ત્રીજો ભાગો પણ ઘટે છે. આ રીતે ધ્રુવોદયી એવા મિથ્યાત્વમાં “મિચ્છ િતિગ્નિ પં'' કુલ ત્રણ ભાંગા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org