________________
ઇતિહાસ ]
: ૧૭ :
શ્રી શત્રુંજય સાત દેવકુલિકાઓ રચાવી હતી. આ સિવાય પુનડ, આભૂ વગેરે મંત્રીઓ અને ધનાલ્યોએ શત્રુંજય ઉપર લાખ રૂપિયા ખર્ચી, તીર્થયાત્રાઓ કરી, અગણિત પુણ્ય ઉપાર્જન કર્યું હતું.
આ પછી ૧૩૭૧ માં સમરાશાહને ઉધ્ધાર આવે છે.
મહાન યુગપ્રધાનાચાર્ય બાલબ્રહ્મચારી શ્રી વજસ્વામીજીના સદુપદેશથી મધુમતી(મહુવા)વાસી ભાવડશાહના પુત્ર જાવડશાહે વિ. સં. ૧૦૮ માં આ તીર્થને ઉધ્ધાર કરાવ્યા છે. આ વિષયની નોંધ લખતાં શી જિનપ્રભસૂરિજી વિવિધ તીર્થકલ્પમાં લખે છે કે--
अष्टोत्तरे वर्षशतेऽतीते विक्रमादिह । वहुव्रव्यव्ययाद् विम्बं, नावडिः स न्यवीविशत् ॥७१ ॥
मधुमत्यां पुरि शेष्ठि, वास्तन्यो जावडिः पुरा।। શ્રીરાયુંઅમદાર્થ, ઘામિનોવૃત્તિ જાવડશાહના જીર્ણોદ્ધાર સમયે કેટલાં મંદિરે અને મૂર્તિઓ મૂલનાયક તરીકે સ્થાપિત થયાં તેને ઉલ્લેખ પણ જિનપ્રભસૂરિજી આ પ્રમાણે જણાવે છે.
इत्थं नावडिराद्याईत्-पुण्डरीक-कपदिनाम । मूर्तीनिवेश्य सञ्जो,स्वर्विमानातिथित्वभाक् ॥ ८३ ॥
૧. જાવડશાહના મુખ્ય ઉદ્યાર પછી આચાર્યશ્રી પાદલિપ્તસૂરિજીએ પણ અહીં ઉદ્ધાર કરાવ્યું છે. પ્રભાવક ચરિત્રમાં તેને ઉલેખ નીચે પ્રમાણે મળે છે.
“પછી કૃતજ્ઞ વિદ્યાસિદ્ધ નાગાર્જુને શત્રુંજય પર્વતની તલેટીમાં જઈને, પાદલિપ્ત નામે નગર વસાવીને પિતાના ગુરુના નામ ઉપરથી તેનું સ્થાપન કર્યું, અને પર્વતની ઉપર તે સિદસાહસિકે વીરપ્રતિમાથી અધિકિત ચિત્ય કરાવ્યું. ત્યાં ગુરુમૂર્તિ સ્થાપિત કરી અને ગુરુમહારાજશ્રી પાદલિપ્તસૂરિજીને બોલાવીને બીજા જિનબિંબની પણ ત્યાં પ્રતિષ્ઠા કરાવી.” આ ઉદ્ધાર પણ ગૌણ-પેટા ઉદ્ધાર મનાય છે.
હાલના કેટલાક લેખકે પાલી ભાષા સાથે પાલીતાણાને સંબંધ જોડવા પ્રયત્ન કરે છે પરંતુ તે એક નરી કલ્પના માત્ર છે. તે માટે કઈ પ્રમાણ નથી. જયારે જૈન ગ્રંથમાં પ્રમાણ મળે છે કે શ્રી પાદલિપ્તસૂરિજીના શિષ્ય નાગાર્જુને પોતાના ગુરુના નામથી શત્રુજયની તલાટીમાં ગામ વસાવ્યું અને પાદલિપ્તનું પ્રાકૃતરૂ૫ પાલિતય થાય છે તે ઉપરથી પાલીતાણું થયું છે,